GSTV
Home » News » હૉકી નથી દેશની રાષ્ટ્રીય રમત, આરટીઆઈમાં થયો ખુલાસો

હૉકી નથી દેશની રાષ્ટ્રીય રમત, આરટીઆઈમાં થયો ખુલાસો

આપણે હંમેશા એવુ સાંભળતા આવ્યા છીએ કે, આપણી રાષ્ટ્રીય રમત હૉકી છે. પણ જરાં થોભો, આ અંગે સરકારી જવાબ થોડો અલગ છે. મહારાષ્ટ્રના ધુલે જિલ્લાની એક શાળાના શિક્ષકે કરેલી આરટીઆઈમાં આ ખુલાસો થયો છે. શાળાના એક બાળકે પુછેલા પ્રશ્નને લઈ શિક્ષકે સરકાર પાસે જવાબ માગ્યો હતો, જેના જવાબમાં રમત મંત્રાલયે કહ્યું છે કે, કોઈ પણ રમતને રાષ્ટ્રીય રમતનો દરજ્જો આપવામાં આવ્યો નથી.

આ અરજી એ પ્રશ્ન પુછવા માટે કરાઈ હતી કે, હૉકીને ભારતની રાષ્ટ્રીય રમત ક્યારે જાહેર કરવામાં આવી. આ અરજી કરનાર શિક્ષક મયૂરેશ અગ્રવાલ ધુલે જિલ્લાના સિંદખેડા તાલુકામાં આવેલી વી કે ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવે છે.

સરકારે આ પ્રશ્નનો જવાબ 15 જાન્યુઆરી 2020ના રોજ આપવામાં આવ્યો હતો. તેમણે એટલા માટે અરજી કરી કે, વિદ્યાર્થીઓ હંમેશા પુછતા હતા કે, હોકીને રાષ્ટ્રીય રમત ક્યારે જાહેર કરવામાં આવી. મંત્રાલયે આ અંગે જવાબ આપ્યો કે, સરકારે કોઈ પણ રમતને ક્યારેય રાષ્ટ્રીય રમત જાહેર કરી નથી, કારણ કે, સરકારનો હેતુ તમામ લોકપ્રિય રમતને બિરદાવવાનો અને આગળ વધારવાનો છે.

READ ALSO

Related posts

ટ્રમ્પ સાથે ભારત આવેલા આ ભારતીય મહિલા કોણ છે? જાણશો તો થશે ગર્વ

Bansari

અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન સ્વીકારશે સુન્ની વકફ બોર્ડ, સાથે હોસ્પિટલ અને લાઈબ્રેરી પણ બનાવશે

Arohi

પીએમ કિસાન યોજના: હવે વધુ ખેડૂતો સુધી પહોંચશે 6 હજાર રૂપિયા વાળી સ્કીમનો લાભ, સરકારે લૉન્ચ કરી નવી એપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!