GSTV
breaking news News World ટોપ સ્ટોરી

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓની ઢાલ બન્યો રાષ્ટ્રધ્વજ, તિરંગાની શાન હેઠળ પરત ફરી રહ્યા છે માદરે વતન!

હિન્દુસ્તાનની આન-બાન અને શાન તિરંગો યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ભારતની ઢાળ બન્યો છે. યુક્રેનમાં જ્યાં દરેક જગ્યાએ ભયનો માહોલ છે, ત્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. હવે તિરંગાનના કારણે તેઓ પોતાના વતન સુરક્ષિત પહોંચી રહ્યા છે. યુક્રેનમાં તિરંગો ભારતીયોનું સુરક્ષા કવચ બનેલું છે. બીજા દેશોની સીમાઓ પર પહોંચી રહેલા વિદ્યાર્થીઓ બસ અને અન્ય વાહનોમાં પોતાનો ધ્વજ લગાવી રહ્યા છે.

આ સાથે ભારત સરકારના આદેશની નકલ પણ ચોંટાડવામાં આવી છે. તિરંગાને જોઈ રશિયન સેનાના જવાનો પણ સન્માન કરી રહ્યા છે અને સુરક્ષિત મંજિલ તરફ મોકલી રહ્યા છે. ભારતીય તિરંગા વાળાઓને સુરક્ષિત બહાર કાઢવામાં રશિયન સૈનિક પણ મદદ કરી રહ્યા છે. વિધાર્થી આશિષ નોટિયાલે જણાવ્યું કે, ભારતીય ધ્વજ જોઈ બસોને સન્માન અને કોઈ પણ પ્રકારની રોકટોક વગર જેવા દેવામાં આવી રહી છે.

રાહત પહેલા 12 કલાકની મુશ્કેલ મુસાફરી

‘યુક્રેનના ઓડેસા શહેરથી સાંજે 6 વાગ્યે (ભારતીય સમય મુજબ) બસમાં રોમાનિયા બોર્ડર જવા નીકળ્યા હતા. ઘરે પરત ફરવાની આશા છે. રાહત છે, પરંતુ બસમાં 12 કલાકની મુશ્કેલ મુસાફરી છે.’ શનિવારે દહેરાદૂનના સહસ્ત્રધારા રોડના રહેવાસી વિદિત ચૌહાણે જણાવ્યું હતું કે તે અને લગભગ 300 અન્ય ભારતીય- મૂળ વિદ્યાર્થીઓ તેની સાથે હતા.ઓડેસા છોડીને યુક્રેનની સરહદે જતા હતા. અહીંથી બસો ગોઠવવામાં આવી છે. તેની બસમાં 50 લોકો છે. અહીં પહેલાં, તમારે રોમાનિયા બોર્ડર પર પહોંચવું પડશે. ત્યાંથી ફરી રોમાનિયામાં ભારતીય દૂતાવાસ પહોંચવાનું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ રોમાનિયાથી ભારત મોકલવાના અહેવાલ સામે આવ્યા છે.

ઉત્તરકાશીના રહેવાસી આશિષ નૌટિયાલે સૌથી પહેલા ઉત્તરાખંડીયત બતાવતા તેના જુનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કાઢ્યા. યુક્રેનની ટેર્નોપીલ યુનિવર્સિટીમાંથી એમબીબીએસ કરી રહેલા આશિષે શનિવારે તેના જુનિયરોને હોસ્ટેલમાંથી રોમાનિયા મોકલ્યા હતા. જુનિયરો ગયા પછી ચાર વાગ્યે ટેક્સી કરીને રોમાનિયા જવા નીકળ્યા. ટેર્નોપિલ યુનિવર્સિટીથી 300 કિમીની મુસાફરી કરીને બાળકો રોમાનિયા પહોંચી રહ્યાં છે.

સપોર્ટ કરી રહી ઇન્ડિયન એમ્બેસી

આશિષે જણાવ્યું કે યુક્રેનથી રોમાનિયા પહોંચ્યા બાદ ત્યાંની ભારતીય એમ્બેસી સપોર્ટ કરી રહી છે. ત્યાં રહેવાની પણ વ્યવસ્થા છે. જો કોઈને તાત્કાલિક જવું હોય તો તેને પણ મોકલવામાં આવી રહ્યા છે. રોમાનિયામાં બે દિવસ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Read Also

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

ગુજરાતના તટ પર 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાવવાની શક્યતા, બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આપી ચેતવણી

Vushank Shukla
GSTV