જો તમે ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મથી લાંબા સમય સુધી લાગેલા રહો છો. તો સાવધાન થઇ જાઓ. આ લત તમને બીમાર બનાવી શકે છે. ફેસબુક દ્વારા કરાવવામાં આવેલ એક સર્વેક્ષણમાં એ સામે આવ્યું છે કે એના ઉપયોગકર્તામાંથી 12.5%(લગભગ 36 કરોડ લોકો)ને આ લત નુકસાન પહોંચાડી શકે છે. ફેસબુકની લત એમની ઊંઘ, કામકાજ અને બાળકોની દેખરેખને નુકસાન પહોંચાડી રહી છે. જો કે કંપનીએ આ મીડિયા રિપોર્ટમાં ખોટું જણાવ્યું છે.

અમરિકી સમાચાર પત્ર મુજબ, ફેસબુકના સંશોધનકર્તાઓએ જાણ્યું છે કે એમના પ્રત્યેક આઠમાંથી એક યુઝર આ ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ પર લાંબા સમય સુધી રહે છે. ફેસબુકે આ પોતાના પેલ્ટફોર્મની ‘સમસ્યાયુક્ત ઉપયોગ’ જણાવ્યો છે. શુક્રવારની રિપોર્ટ મુજબ સંશોધનકર્તાએ કોઈ પણ અન્ય ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મની તુલનામાં ફેસબુકની લત વાળા યુઝરોને સૌથી ખરાબ માનવામાં આવે છે.

ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ અખબારના આ અહેવાલને ખોટો ગણાવ્યો છે. કંપનીએ કહ્યું છે કે અખબારે ખોટી છાપ ઊભી કરવા માટે કંપનીના આંતરિક દસ્તાવેજના એક ભાગનો ઉપયોગ કર્યો છે જે ખોટી છે. META ના વાઇસ પ્રેસિડેન્ટ (સંશોધન) પ્રતિતિ રાયચૌધરીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે સમસ્યારૂપ ઉપયોગનો અર્થ એ નથી કે વ્યસન છે. ટીવી અને સ્માર્ટફોન જેવા અન્ય ઉપકરણો સાથે લાંબા સમય સુધી જાગી રહેવાની લોકોની ટેવ માટે સમસ્યારૂપ ઉપયોગ કરવામાં આવ્યો છે.
અખબારના અહેવાલમાં કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા એક આંતરિક અભ્યાસને ટાંકવામાં આવ્યો છે કે કેવી રીતે આ ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મની લત લોકોના જીવનને અસર કરી રહી છે. કંપનીના અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફેસબુક અન્ય ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ્સ કરતાં યુઝર્સ માટે મોટી સમસ્યા બની રહ્યું છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. જોકે, મેટાનું કહેવું છે કે અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે આ અભ્યાસ ફેસબુકનો ઉપયોગ કરતા લોકોની સમસ્યાઓને સમજવા માટે કરવામાં આવ્યો છે.
Read Also
- નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું
- જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ
- નકલી પોલીસથી બચવા નદીમાં કૂદ્યો પણ રામ રમી ગયા, પાણીમાંથી મળી લાશ
- મહારાષ્ટ્ર / એકનાથ શિંદે ફરી ભાજપ પર હાવી, રાઠોડ સામે ચિત્રાને વાંધો
- 70 વર્ષની મહિલાએ બાળકને આપ્યો જન્મ, લગ્નના 54 વર્ષ પછી ઘરના આંગણામાં ખુશીઓ છલકાઈઃ 75 વર્ષે બન્યા બાપ બન્યાનો આનંદ