GSTV

Exam Date / UGC NETની નવી તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે લેક્ચરર-અધ્યાપક બનવા માટેની પરીક્ષા

Last Updated on October 25, 2021 by Dhruv Brahmbhatt

કોલેજોમાં લેકચરર-અધ્યાપક બનવા અને રીસર્ચ ફેલોશિપ મેળવવા માટેની UGCની NET (નેશનલ એલિજિબિલિટી  ટેસ્ટ) હવે દોઢ વર્ષે 20 નવેમ્બરથી લેવાશે.નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નેટ અગાઉ મોકુફ કરાયા બાદ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામા આવી છે.

exam

યુજીસી-નેટ દર વર્ષે જુન અને ડિસેમ્બરમાં લેવાય છે. કોરોનાને પગલે ગત વર્ષે 2020ની ડિસેમ્બર સેશનની પરીક્ષા મોકુફ થયા બાદ જુનમાં પણ પરીક્ષા લેવાઈ ન હતી. એનટીએ દ્વારા સપ્ટેમ્બરમાં પરીક્ષા લેવાનું જાહેર કરાયા બાદ અનેક વારની ઉમેદવારોની અન્ય પરીક્ષા સાથે નેટ પરીક્ષા કલેશ થતી હોવાની રજૂઆતોને પગલે તારીખો વારંવાર બદલી પડી હતી.

ત્રણ વાર પરીક્ષાની તારીખો બદલ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા મોકુફ કરાઈ હતી. પરંતુ નવી તારીખો જાહેર કરી દેવાઈ છે. જે મુજબ 20, 21, 22, 24, 25, 26,29,30 નવેમ્બરે અને 1,3,4 અને પ ડિસેમ્બરે પરીક્ષા લેવાશે. હવે આ નવી તારીખો મુજબ પરીક્ષાની હૉલ ટીકિટ 10 નવેમ્બર બાદ  જાહેર થશે. મહત્વનું છે કે કોરોનાને લીધે નેટ પરીક્ષા દોઢ વર્ષે લેવાશે અને જે બે સેશનની ભેગી પરીક્ષા હશે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!