GSTV
Home » News » પૂર્વ સીએમ ફારૂખ અબ્દુલ્લાનું શરમજનક નિવેદન, જૈશ-એ-મોહમ્મદ સક્રિય થવાનું આપ્યું આ કારણ

પૂર્વ સીએમ ફારૂખ અબ્દુલ્લાનું શરમજનક નિવેદન, જૈશ-એ-મોહમ્મદ સક્રિય થવાનું આપ્યું આ કારણ

farooq abdullah news

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને એનસીના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાએ ફરીવાર શરમજનક નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન લાગુ થતાની સાથે આતંકવાદી સંગઠન જૈશ એ મહમંદ સક્રિય થયુ. તેમણે સવાલ કર્યો કે, આવી પરિસ્થિતિમાં કોણ સારૂ જેશ એ મહમંદ કે ઘાટીમાં પથ્થરમારો કરનાર. જ્યારે જમ્મુ સળગી રહ્યુ હતુ ત્યારે રાજ્યપાલે જમ્મુ જવાની કોઈ જરૂર નહોતી. તેમણે ખબરદાર જેવા નિવેદન પણ આપવા ન જોઈએ.

આ પ્રકારના નિવેદન જમ્મુ કાશ્મીરમાં અયોગ્ય છે. ફારૂખ અબ્દુલ્લાએ કહ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન હમેશા નિષ્ફળ રહ્યું છે. કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસી નેતાઓની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ઘાટીમાં તિરંગો કોણ ઉઠાવશે. ફારૂખ અબ્દુલ્લાએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રને કાશ્મીરના મુસલમાનોનો વિશ્વાસ જીતવાની જરૂર છે.

અમે ભારતીય છીએ અને પાકિસ્તાનના સમર્થનમાં ક્યારેય નારેબાજી નથી કરતા.પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાએ અંગે તેમણે જણાવ્યુ કે, આ પ્રકારનો હુમલો ગુપ્તચર એજન્સીઓની સૌથી મોટી નિષ્ફળતા છે. આતંકવાદી હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓને આકરી સજા કરવી જોઈએ.

READ ALSO

Related posts

જન્માષ્ટમીમાં આ 8 વસ્તુઓનો અચૂક કરો પ્રયોગ, કાન્હાજીની રહેશે અસીમ કૃપા

Bansari

જન્માષ્ટમીમાં આ રીતે કરો કાનુડાની પૂજા, જાણો શું છે શાસ્ત્રોક્ત વિધી

Bansari

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!