GSTV
Bollywood Entertainment Trending

National cinema day/ આજે મનાવવામાં આવશે નેશનલ સિનેમા દિવસ, 4 હજાર થિયેટરમાં માત્ર 75 રૂપિયામાં જોવા મળશે ફિલ્મ

રાષ્ટ્રીય સિનેમા દિવસ નિમિત્તે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દર્શકોને ખાસ ભેટ આપવાનું નક્કી કર્યુ છે. 23 સપ્ટેમ્બરે, તમે માત્ર 75 રૂપિયામાં દેશભરના સિનેમાઘરોમાં મૂવી જોવાનો આનંદ માણી શકો છો. પહેલા સિનેમા દિવસ 16 સપ્ટેમ્બરે ઉજવવાનો હતો, પરંતુ પછી તેનો દિવસ 23 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવ્યો. અગાઉ દેશમાં સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવતી ન હતી, ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોમાં આ દિવસને લઈને ખૂબ જ ઉત્સાહ છે.

સિનેમા

કોરોના કાળ પહેલાં જ્યાં વિકેન્ડ પર સિનેમાઘરોમાં જ્યાં ભારે ભીડ જોવા મળતી હતી, ઘણીવાર તો ટિકીટ બારીથી દર્શકોને નિરાશ થઈને પરત ફરવું પડતું હતું. પરંતુ જ્યારથી કોરોમા મહામારીને લઈને લોકોને ઘરોમાં કેદ કર્યા તો ઓટીટી પ્લેટફોર્મજ મનોરંજનનું માધ્યમ બની ગયું હતું. ધીરે-ધીરે તેનો ચસ્કો લાગ્યો કે લોકોએ સિનેમાઘરોમાં જવાનું જ બંધ કરી દીધું. જેની સીધી અસર ફિલ્મમેકિંગ પર પડી રહ્યો છે. એવામાં મલ્ટીપ્લેકત્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના દર્શકોને વારંવાર સિનેમાઘરોની તરફ આકર્સવા માટે આશરે 4 હજાર સિનેમાઘરોમાં માત્ર 75 રૂપિયામાં ટિકીટ આપવાનો નિર્ણય કર્યો છે.

સિનેમા હોલને પુનર્જીવિત કરવાનો MIAનો પ્રયાસ

કોરોના મહામારીને કારણે તમામ ઈન્ડસ્ટ્રી પ્રભાવિત થઈ. લોકડાઉન દરમિયાન થિયેટર સંપૂર્ણપણે બંધ હતા. લોકડાઉનના નિયમો હળવા કરવામાં આવ્યા ત્યારે લોકોની સુરક્ષાનું ધ્યાન રાખીને 50 ટકા ઓક્યુપન્સીના નિયમ સાથે થિયેટર ખોલવામાં આવ્યા હતા. તે જ સમયે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ખરાબ સમયનો સામનો કરીને એકવાર ફરી ઉભુ થવાનાં પ્રયત્નમાં લાગી ગઈ છે. લાંબા સમય બાદ ફિલ્મો બની પણ રહી છે અને રીલિઝ પણ થઈ રહી છે પરંતુ થિયેટરોમાં સન્નાટો છવાયેલો છે. પહેલાની રોનક પાછી આવી રહી નથી.

સિનેમા

MIA પાસે 4 હજાર સ્ક્રીન છે

એવું માનવામાં આવે છે કે સિનેમા ડે પર સસ્તી ટિકિટ મળવાનો મોટો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા FICCI એટલે કે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી હેઠળ આવે છે. તેની રચના વર્ષ 2002માં થઈ હતી. આ એસોસિએશન સાથે લગભગ 500 મલ્ટિપ્લેક્સ સંકળાયેલા છે, જે દેશભરમાં 4,000 સ્ક્રીન ધરાવે છે.

READ ALSO:

Related posts

વ્યાજખોરોનો ત્રાસ/સુરતમાં વ્યાજખોરીના નામે દાદાગીરી કરતા બે શખ્સને પોલીસે દબોચ્યા, મારઝૂડ કરી કરતા હતા દબાણ

HARSHAD PATEL

WhatsApp દ્વારા થઇ શકે છે જાસૂસી, પોતાના મિત્ર અથવા પાર્ટનર પર નજર રાખવાની શાનદાર રીત

Damini Patel

ફક્ત 8.49 લાખ રૂપિયામાં Tata Tiago EV કાર થઈ લોન્ચ, આવતા મહિનાથી બુકિંગ શરૂ

Hemal Vegda
GSTV