GSTV

એક એવી મહિલા જે છેલ્લા ૩૦ વર્ષથી માત્ર ચા પર જ જીવે છે

શિયાળામાં ગરમા ગરમ ચા મળી જાય તો જાણે દિવસ સુધરી જાય, પરંતુ શું આપણે કલ્પના કરી શકીએ કે છત્તીસગઢના એક ગામડાની મહિલા છેલ્લા ૩૦ વર્ષથી માત્ર ચા પર જ જીવે છે? હા, જીવે છે અને એ મહિલા  તદ્દન નિરોગી પણ છે. કોરિયા જિલ્લાના બરાડિયા ગામમાં રહેતી પિલ્લી દેવીએ દસ વર્ષની વયે જ અનાજ ખાવાનું છોડી દીધું હતું અને ત્યાર બાદથી જ તેઓ માત્ર ચા પીને જ જીવન ગુજારે છે. તેમની અજબ જીવન શૈલીના કારણે આખા જિલ્લામાં લોકો તેમને ‘ચા વાલી ચાચી’ તરીકે ઓળખે છે.

ચાચીના પિતા રતિ રામ અનુસાર, ૪૪ વર્ષની પિલ્લી દેવીએ જ્યારે તે છટ્ટા ધોરણમાં ભણતી હતી  ત્યારે જ અનાજ ખાવાનું છોડી દીધું હતું.’મારી પુત્રી કોરિયા જિલ્લાના જનકપુરમાં આવેલી પટના સ્કુલ વતી જિલ્લા કક્ષાાની એક સ્પર્ધામાં એ ભાગ લેવા ગઇ હતી,પરત આવી ત્યારે અચાનક જ એણે ભોજન લેવાનું છોડી દીધું અને પાણી પીવાનું શરૂ કર્યું હતું’એમ રતિરામે કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે શરૂઆતમાં તે બ્રેડ અને બિસ્કીટ પણ ખાતી હતી, પરંતુ ધીમે ધીમે એ પણ છોડી દીધા. હવે તે દિવસમાં સુર્યાસ્ત પછી માત્ર એક વાર ચા જ પીવે છે.

પિલ્લી દેવીના ભાઇ બિહારી લાલ રજવાડેએ કહ્યું હતું કે  તેને કોઇ બિમારી તો નથી તે જાણવા ડોકટરો પાસે ચેકઅપ પણ કરાવ્યા, પરંતુ કંઇ ખરાબી જણાઇ નહીં. તમામ કહ્યું તે નિરોગી છે.

‘અમે તેને અનેક હોસ્પિટલોમાં લઇ ગયા, છતાં એકપણ ડોકટર તેની આ ટેવ પાછળ કયું કારણ છે તે શોધી શક્યા નથી. પરિવારના કહેવા અનુસાર, તે ભાગ્યેજ ઘરની બહાર નીકળે છે. આખો દિવસ ભગવાન શિવની પુજામાં જ વ્યસ્ત હોય છે.

કોરિયા જિલ્લા હોસ્પિટલના ડોકટર એસ.કે. ગુપ્તાએ કહ્યું હતું કે કોઇપણ વ્યક્તિ માત્ર ચા પર ૩૩ વર્ષ સુધી જીવી શકે નહીં. આ તો શક્ય જ નથી.

Related posts

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel

મોટા સમાચાર: બોર્ડના પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, ફક્ત આટલા વિદ્યાર્થી બેસશે

Pravin Makwana

ગુજરાતની જનતા માટે મોટા સમાચાર: સરકારે આ 3 યોજનાને ભેગી કરીને હવે આ નામ રાખ્યુ છે, ખૂબ જ કામની છે આ યોજના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!