GSTV
Home » News » નસવાડી : સરકારી અનાજ કૌભાંડ, ગોડાઉનમાંથી 91 લાખ રૂપિયાના અનાજની ઘટ આવી સામે

નસવાડી : સરકારી અનાજ કૌભાંડ, ગોડાઉનમાંથી 91 લાખ રૂપિયાના અનાજની ઘટ આવી સામે

નસવાડીના સરકારી અનાજના ગોડાઉનમાંથી 91 લાખના અનાજની ઘટ સામે આવી છે.પૂર્વ મેનેજર નિવૃત થયા નવા મેનેજરે 6 દિવસ બાદ ઘટ હોવાની આશંકા વ્યકત કરીને પુરવઠા વિભાગને જાણ કરતા ઘઉં અને ચોખાની બોરી ઓછા જણાતા પોલીસને લેખિત ફરિયાદ કરાઇ છે.

નસવાડીનું સરકારી અનાજ ગોડાઉન જેના પૂર્વ મેનેજર કનુભાઇ વસાવા હાલમાં ફરાર છે.હાલમાં ગોડાઉનનો ચાર્જ સંભાળી રહેલા જગદીશ શેઠે તેમના વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરી છે કે 2650 બોરી ઘઉંની,જ્યારે 1627 જેટલી ચોખાની બોરી ઓછી જણાઈ છે. જેની કિંમત આશરે 91 લાખ છે.ત્યારે આ ફરિયાદ બાદ પોલીસે પૂર્વ મેનેજરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નસવાડીનું સરકારી અનાજ ગોડાઉન જેમાંથી 42 રેશનિંગ સંચાલકો,246 મધ્યાહન ભોજન કેન્દ્ર તેમજ 224 આંગણવાડી કેન્દ્રોને અનાજ પહોંચે છે.

30 જૂનના રોજ મેનેજર કનુ વસાવા રિટાયર્ડ થયા તેનો ચાર્જ જગદીશ શેઠે સંભાળ્યો જેઓને અનાજની બોરીઓની ઘટ હોવાની શંકા બાદ પુરવઠા વિભાગને જાણ કરતા બોરીઓમાં ઘટ આવી હતી. જેથી પોલીસને લેખિત ફરિયાદ બાદ ચોક્કસપણે સવાલ થાય. ત્યારે આ સમગ્ર કૌભાંડની જો ઉંડાણપૂર્વક તપાસ થાય તો કોની કોની સંડોવણી છે તેનો ઘટસ્ફોટ થઇ શકે છે.

READ ALSO

Related posts

UPનાં પ્રયાગરાજ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થતા બે લોકોના મોત

Riyaz Parmar

વેરાવળ ખાતે 350 જેટલા સફાઇ કામદારો હડતાલ પર ઉતરતા શહેરમાં કચરાના ઢગલા થયા

Nilesh Jethva

વરસાદ ખેંચાતા દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો ચિંતાતુર, વરૂણદેવને રિઝવવા આવી રીતે કરી પ્રાર્થના

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!