GSTV

નસવાડી: કપાસની ખરીદી બંધ થતા ખેડૂતો અટવાયા, હવે ટેકાના ભાવ માટે પણ વલખા

નસવાડીમાં કપાસની ખેતી કરતા ખેડૂતોને હવે ફરી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કપાસના ટેકાનો ભાવ ખેડૂતોને આપતી સી.સી.આઈએ કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે

કપાસ

નસવાડી સીસીઆઈ કેન્દ્રમાં કપાસની ભારે આવક થતા કપાસની ખરીદની મર્યાદા 100 ગાંસડીઓ જ ખરીદ કરવાનું નક્કી કરવામાં આવ્યું. 100 ગાંસડીઓ માટે 500 કવિન્ટલ કપાસ સીસીઆઈ ખરીદી કરી રહી છે જ્યારે રોજની  2500 કવિન્ટલ કપાસની આવક હોય ખેડૂતો નવા નિયમ બાદ અટવાયા છે.

નવા નિયમ બાદ પણ ખેડૂતો  કપાસ વેચવા માટે મોટી સંખ્યામાં  ભેગા થતા હોય APMC કપાસ વેચવા આવનાર ખેડૂતોની નોંધણી શરૂ કરી છે. નોંધણીની શરૂઆત થતા  લગભગ 1100 ખેડૂતોએ નોંધણી કરાવી દીધી જેમાં પણ ફક્ત 400 જ ખેડૂતોના કપાસની ખરીદી કર્યા બાદ ફરી CCIએ માવઠાની આગાહીને લઈ તા 9 થી 17 કપાસ ખરીદી બંધ કરી હોવાની નોટીસ APMC પર મારી દેતા ખેડૂતોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

કપાસને વેચવા માટે કેટલાક ખેડૂતોએ નોધણી તો કરાવી પણ તેમણે ક્યારે બોલાવશે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. જ્યારે પણ સીસીઆઈના કર્મચારીનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે તેમણે ઉડાઉ જવાબ જ મળે છે.

હાલમાં સ્થિતી એવી છેકે ખેડૂતો પાસે કપાસને વિણનાર મજૂરને આપવા માટે પણ પૈસા નથી સીસીઆઈમાં ખરીદી બંધ થતાં કેટલાક ખેડૂતોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!