GSTV

કોરોના સંકટ છતા આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટોચની પાંચ IT કંપનીઓ, Nasscomનો સૌથી મોટો દાવો

Last Updated on June 18, 2021 by pratik shah

આઇટી કંપનીઓની સર્વોચ્ચ સંસ્થા નાસકોમે (Nasscom) જણાવ્યું હતું કે, માહિતી ટેકનોલોજી ક્ષેત્રમાં કુશળ પ્રતિભાની સૌથી મોટી ભરતી કરનારો ક્ષેત્ર હજુ પણ છે. આઇટી ક્ષેત્રની ટોચની પાંચ કંપનીઓ હાલના નાણાકીય વર્ષમાં 96 હજારથી વધુ કર્મચારીઓને રોજગારી આપવાની યોજના છે. નાસકોમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બેન્ક ઓફ અમેરિકાએ એક અહેવાલમાં સોફ્ટવેર કંપનીઓમાં 2022 સુધીમાં વધેલા ઓટોમેશનને કારણે 30 લાખ કર્મચારીઓને છૂટા કરી દેવાનો અંદાજ મૂક્યો છે. ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રે.

તકનીકીના વિકાસ અને ઓટોમેશનમાં વૃદ્ધિ સાથે, પરંપરાગત આઇટી જોબ્સ

નાસકોમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “તકનીકીના વિકાસ અને ઓટોમેશનમાં વૃદ્ધિ સાથે, પરંપરાગત આઇટી જોબ્સ અને ભૂમિકાઓની પ્રકૃતિ સમગ્ર રૂપથી વિકસિત થશે, જેનાથી નવી નોકરીઓનું સર્જન થશે. આઇટી ક્ષેત્રે કુશળ પ્રતિભા ક્ષેત્રમાં સૌથી વધુ નિયુક્તિ થઈ છે અને નાણાકીય વર્ષ 2021 માં 1,38,000 લોકોને નોકરી આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આઇટી કંપનીઓ માટે નાણાકીય વર્ષ 2021-22માં, 96 હજારથી વધુની ભરતી માટે એક મજબૂત યોજના તૈયાર કરવામાં આવી છે.

2022 સુધીમાં 30 લાખ કર્મચારીઓની છૂટછાટ

1.6 કરોડ લોકોને રોજગાર આપનાર દેશની સોફ્ટવેર કંપનિઓ 2022 સુધી 30 લાખ કર્મચારીઓની છટણી કરશે, આ કંપનીઓને 100 અરબ ડોલરની મોટી બચત થશે. તેનો વધારે હિસ્સો વર્ષે સેલરી પર ખર્ચ કરે છે. એક રિપોર્ટમાં એ જાણકારી આપવામાં આવી છે આઈટી ક્ષેત્ર અંદાજીત 1.6 કરોડ લોકોને રોજગાર આપે છે, જેમાં 90 લાક લોકો ઓછું કૌશલ્ય ધરાવતી સેવાઓ અને બીપીઓમાં તૈનાત છે.

નોકરી

આ 90 લાખ લોકોમાંથી 30 ટકા અથવા લગભગ 30 લાખ લોકો તેમની નોકરી ગુમાવશે, તેનું મુખ્ય કારણ રોબોટિક પ્રોસેસ ઓટોમેશન અથવા આરપીએ છે. એકલા આરપીએ લગભગ 7 લાખ કર્મચારીઓની જગ્યા લેશે અને બાકીના અન્ય ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને સ્થાનિક આઈટી કંપનીઓના કૌશલ્ય વૃદ્ધિને કારણે હશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આરપીએની અમેરિકામાં ખરાબ અસર પડશે અને યુએસમાં અંદાજીત 10 લાખ નોકરીઓ જતી રહેશે.

READ ALSO

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

Smartphone Tips And Tricks: Photo અને Videoથી ભરાઈ ગયો છે તમારો ફોન, સમાપ્ત થઈ ગયુ છે સ્ટોરેજ? તો આ ધમાકેદાર Trickથી કરો જગ્યા

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!