GSTV

એક ચુંબન કરવાની પ્રેમી યુગલને મળી આવી સજા

Last Updated on October 12, 2017 by

શીર્ષક વાંચીને ચોંકી ન ઉઠતા. આ કોઇ ગપગોળા કે કાલ્પિક વાત નથી પરંતુ, એક યુગલને એકબીજા સાથે કિસ કરવાની ભારે કિંમત ચૂકવવી પડી છે. આ યુગલે જાહેરમાં ચુંબન કરતા તેમને કેટલાક મહિના માટે જેલની સજા ફટકારવામાં આવી છે. ત્યાર બાદ આ સમગ્ર કિસ્સો સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો હતો.

અલ્જિરિયાઇ મૂળના 33 વર્ષિય ફ્રાન્સિસ યુવકનસીમ અવધી અને તેની 44 વર્ષિય ટયુનિશિયાઇ ગર્લફ્રેન્ડને આ સજા ગત સપ્તાહે કોર્ટે ફટકારી હતી. જો કે, વાત એટલે સુધી વરસી કે આ મામલામાં ટયુનિશિયામાં ફ્રાન્સિસ દૂતાવાસને દખલગીરી કરવી પડી હતી. નસીમના વકીલે કહ્યું કે, બંનેએ કલબમાંથી નીકળ્યા બાદ થોડો દારૂ પીધો હતો અને કારની અંદર એકબીજાને કિસ કરી રહ્યાં હતા. જ્યાં પોલીસ સાથે તેમની બોલાચાલી થઇ હતી અને ત્યાર બાદ પોલીસ તેમને પોલીસ સ્ટેશને લઇ આવી હતી.

જ્યારે કોર્ટના પ્રવકતા અનુસાર, આ સમગ્ર મામલો જાહેર નૈતિકતાની વિરુદ્વ છે. જો કે, તેમનું કહેવું છે કે, આ યુગલને સજા એટલા માટે આપવામાં આવી કારણ કે તેમણે એક સરકારી કર્મચારીને તેની ફરજ કરતા રોક્યા હતા. જજે નસીમને ચાર મહિના અને તેની ગર્લફ્રેન્ડને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી હતી. અલબત્ત, આ મામલા બાદ નસીમની માતાએ ટયુનિશિયા આવીને ફ્રાન્સિસ દૂતાવાસ પાસે મદદ માંગી હતી.
તો બીજીતરફ આ સમગ્ર ઘટનાને લઇને ટયુનિશિયાના સોશિયલ મીડિયામાં લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. એક યુઝરે કહ્યું કે, ટયુનીશિયામાં ગર્લફ્રેન્ડને કિસ કરવા પર તમને ચાર મહિનાની જેલ થઇ શકે છે. જ્યારે કોઇને મારવા પર કોઇ સજા નહીં.

Related posts

ના હોય! માતાના ગર્ભમાંથી નીકળતા જ પ્રેગ્નેટ થઈ ગઈ 1 દિવસની બાળકી, પુત્રીના પેટમાં ઉછરી રહ્યું હતું બાળકઃ ગર્ભમાં હૃદય અને હાડકાં બની ગયા

Harshad Patel

video/ આ છોડ સૂર્યપ્રકાશથી નહીં પરંતુ કિડા ખાઈને મેળવે છે ખોરાક, વીડિયો જોશો તો રહી જશો હેરાન

Harshad Patel

મહિલાને લાગી 3 અરબ રૂપિયાની લોટરી, સમાચાર સાંભળતા જ આવી ગયા ચક્કર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!