GSTV
Home » News » આ સ્ટાર હિરોનાં મતે ભારતમાં પોલીસનાં મૃત્યું કરતા ગાયનાં મૃત્યુંનું મહત્વ વધારે છે

આ સ્ટાર હિરોનાં મતે ભારતમાં પોલીસનાં મૃત્યું કરતા ગાયનાં મૃત્યુંનું મહત્વ વધારે છે

દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે બુલંદશેર હિંસા પર વિવાદિત આવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આજે દેશમાં પોલીસ અધિકારીઓનાં મૃત્યુથી વધારે મહત્વ ગાયનું છે. આ જ મહિને 3 ડિસેમ્બરે બુલંદરશહર હિંસામાં પોલીસ ઇન્સપેક્ટર સુબોધકુમાર સિંહને ભીડમાં લોકોએ મૃત્યુને ઘાટ ઉતાર્યો હતો. આ પૂર્ણ વિવાદ ગૉક્સીથી જોડાયેલો છે. એક વેબસાઇટ સાથે વાતચીત કરતી વખતે નસીરુદ્દીન શાહે કહ્યું કે, ‘આપણે બુલંદશહર હિંસામાં જોયું છે કે આજે એક દેશમાં એક ગાયના મ઼ત્યુંનું મહત્વ એ એક પોલીસ અધિકારીનાં મૃત્યું કરતા વધારે છે’

શાહે એ પણ કહ્યું કે આ દિવસોમાં સમાજમાં ચારે બાજુ ઝેર ફેલાયેલું છે. તેમણે કહ્યું કે ‘મને એ વાતથી ડર લાગે છે કે જો મારા બાળકોને ભીડ વચ્ચે ઘેરીને જો પૂછવામાં આવે કે તમે હિન્દુ છો કે મુસ્લિમ? તો! મારા બાળકો પાસે તેનો કોઈ જવાબ નહીં હોય.

આ પહેલા નસીરુદ્દીન શાહે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સખત શબ્દોમાં નિંદા કરી હતી. શાહે સોશિયલ મીડિયા દ્વારા કોહલીના વ્યવહારની નિંદા કરી છે. તેમણે ફેસબુક પર લખ્યું કે, વિરાટ કોહલીએ દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન જ નથી પરંતુ સૌથી ઘમંડી ખેલાડી પણ છે. ક્રિકેટની તેની કાબેલિયત તેના ઘમંડ અને દુર્વ્યવહાર સામે ફીકી પડી જાય છે. અને મારો દેશ છોડવાનો કોઇ ઇરાદો નથી.

અભિનેતાએ પોતાની પોસ્ટ દ્વારા કોહલીને તે નિવેદન પર નિશાન સાધ્યા છે, જેમાં તેણે વિદેશી ક્રિકેટર્સને પસંદ કરનારા ફેન્સને તેણે દેશ છોડી જવા કહ્યું હતુ. કોહલીને એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન એક ચાહકના કમેન્ટ પર આ નિવેદન આપ્યું હતુ. ચાહકે કહ્યું હતું કે તેને ભારતના ક્રિકેટર્સ કરતાં વિદેશી ક્રિકેટર્સ વધુ પસંદ છે. સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાના કેપ્ટનવિરાટ કોહલીનો એક વીડિયો ખૂબ જ વાયરલ હતો. જેમાં તે એક ફેનને દેશ છોડવાની સલાહ આપતો દેખાઈ રહ્યો છે.

જોકે તેની આ વાત કેટલાક ફેન્સને પસંદ ન આવી અને તેણે વિરાટને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. આ અંગે વિરાટેપ્રતિક્રિયા આપી કે, ”મને નથી લાગતું કે તમારે ભારતમાં રહેવું જોઈએ. જાઓ, બીજે ક્યાંક જઇ રહ્યો. તમે અમારા દેશમાં કેમ રહો છો અને બીજા દેશોને પ્રેમ કરો છો? ” વિરાટ આગળ કહે છે કે,‘તમે મને પસંદ ન કરો… કંઈ વાંધો નથી. મને થની લાગતું કે તમારે અમારા દેશમાં રહેવું જોઇએ અને બીજાની જેમ વિચારવું જોઇએ. તમે તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો.’

શાહની પોસ્ટે સોશિયલ મીડિયા પર યુઝર્સનું ધ્યાન ખેંચ્યુ છે. કેટલાંક લોકોએ આ પોસ્ટનું સમર્થન કર્યુ છે તો કેટલાંક યુઝર્સે તેનો વિરોધ કર્યો છે. કેટલાંક યુઝર્સે કોહલીને ઘમંડી કહેવા પર તેમની ઝાટકણી કાઢી છે તો કેટલાંકે કોહલીનો પક્ષ લેતાં ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે આ પ્રકારની આક્રમકતાની જરૂર હોવાનું જણાવ્યુ. તેવામાં કેટલાંકનું કહેવું છે કે કોહલી ઘણીવાર પોતાની મર્યાદા ભૂલી જાય છે.

READ ALSO

Related posts

સરોગેસીથી પિતા બનવા તૈયારી કરી રહ્યો છે સલમાન? કહ્યું- બાળક જોઈએ છે, પણ…

Dharika Jansari

મુસ્લિમ સામ્રાજ્યને નષ્ટ કરનાર આ ખૂંખાર શાસકનું કિરદાર ભજવવા ઇચ્છે છે સલમાન ખાન

Bansari

હોલિવૂડની આ ફિલ્મે અવેન્જર્સ એન્ડગેમને પાડી દીધી ધીમી, થિયેટરોમાં લાગી ભીડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!