આ દેશમાં પોલીસકર્મીનાં મોત કરતાં ગાયનાં મોતને અપાય છે વધુ પ્રાધાન્ય

ફિલ્મ અભિનેતા નસરુદ્દિન શાહે બુલંદશહેર હિંસા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આજે દેશમાં પોલીસ ઓફિસરના મૃત્યુ કરતાં વધારે ગાયનાં મોતને વધારે મહત્વ આપવામાં આવે છે. આ મહિનાના 3 ડિસેમ્બરે બુલંદશહેર હિંસામાં પોલીસ ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહનું મૃત્યુ ટોળાઓના હુમલા દ્વારા થયું હતું. આ મામલો ગાય પર આધારિત હતો.


નસરુદ્દિન શાહે કહ્યું કે, અમે બુલંદશહેર હિંસામાં જોયું છે કે આજે દેશમાં એક ગાયના મૃત્યુનું મહત્વ પોલીસ ઓફિસરના મૃત્યુ કરતાં વધારે હોય છે. શાહે વધુમાં કહ્યું કે વર્તમાન દિવસમાં સમાજમાં ચારે બાજુ ઝેર ફેલાઈ ગયું છે. તેમણે કહ્યું કે, મને આ વાતથી ડર નથી લાગતો કે મારા બાળકોને ટોળાઓ ઘેરીને પુછે કે તું હિન્દુ છો કે મુસ્લમાન? મારા બાળકો પાસે તેનો કોઈ જવાબ નહી હોય. આખા સમાજમાં પહેલેથી જ ઝેર ફેલાયેલું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter