આ દિગ્ગજ અભિનેતાએ કોહલીની કાઢી ઝાટકણી, કહ્યું સૌથી ‘ઘમંડી’ ક્રિકેટર છે વિરાટ

દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સખત શબ્દોમાં નિંદા કરી છે. શાહે સોશિયલ મીડિયા દ્વારા કોહલીના વ્યવહારની નિંદા કરી છે. તેમણે ફેસબુક પર લખ્યું કે, વિરાટ કોહલીએ દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન જ નથી પરંતુ સૌથી ઘમંડી ખેલાડી પણ છે. ક્રિકેટની તેની કાબેલિયત તેના ઘમંડ અને દુર્વ્યવહાર સામે ફીકી પડી જાય છે. અને મારો દેશ છોડવાનો કોઇ ઇરાદો નથી.

અભિનેતાએ પોતાની પોસ્ટ દ્વારા કોહલીને તે નિવેદન પર નિશાન સાધ્યા છે, જેમાં તેણે વિદેશી ક્રિકેટર્સને પસંદ કરનારા ફેન્સને તેણે દેશ છોડી જવા કહ્યું હતુ. કોહલીને એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન એક ચાહકના કમેન્ટ પર આ નિવેદન આપ્યું હતુ.


ચાહકે કહ્યું હતું કે તેને ભારતના ક્રિકેટર્સ કરતાં વિદેશી ક્રિકેટર્સ વધુ પસંદ છે. સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાના કેપ્ટનવિરાટ કોહલીનો એક વીડિયો ખૂબ જ વાયરલ હતો. જેમાં તે એક ફેનને દેશ છોડવાની સલાહ આપતો દેખાઈ રહ્યો છે.

જોકે તેની આ વાત કેટલાક ફેન્સને પસંદ ન આવી અને તેણે વિરાટને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. આ અંગે વિરાટેપ્રતિક્રિયા આપી કે, ”મને નથી લાગતું કે તમારે ભારતમાં રહેવું જોઈએ. જાઓ, બીજે ક્યાંક જઇ રહ્યો. તમે અમારા દેશમાં કેમ રહો છો અને બીજા દેશોને પ્રેમ કરો છો? ” વિરાટ આગળ કહે છે કે,‘તમે મને પસંદ ન કરો… કંઈ વાંધો નથી. મને થની લાગતું કે તમારે અમારા દેશમાં રહેવું જોઇએ અને બીજાની જેમ વિચારવું જોઇએ. તમે તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો.’

શાહની પોસ્ટે સોશિયલ મીડિયા પર યુઝર્સનું ધ્યાન ખેંચ્યુ છે. કેટલાંક લોકોએ આ પોસ્ટનું સમર્થન કર્યુ છે તો કેટલાંક યુઝર્સે તેનો વિરોધ કર્યો છે. કેટલાંક યુઝર્સે કોહલીને ઘમંડી કહેવા પર તેમની ઝાટકણી કાઢી છે તો કેટલાંકે કોહલીનો પક્ષ લેતાં ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે આ પ્રકારની આક્રમકતાની જરૂર હોવાનું જણાવ્યુ. તેવામાં કેટલાંકનું કહેવું છે કે કોહલી ઘણીવાર પોતાની મર્યાદા ભૂલી જાય છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter