GSTV

માતાની અંતિમ ક્ષણોમાં સાથે ના રહી શક્યો આ ક્રિકેટર, ઇદ પર પહોંચ્યો કબ્રસ્તાન

ક્રિકેટર

પાકિસ્તાનનો એક એવો ક્રિકેટર જે થોડા દિવસમાં જ તેનુ સપનું સાકાર કરવાનો હતો એટલે કે પાકિસ્તાન માટે ટેસ્ટ રમવાનો હતો પરંતુ તેના થોડા દિવસ અગાઉ તેને સમાચાર મળ્યા હતા કે તેની માતાનું નિધન થયું છે. 16 વર્ષનો આ ક્રિકેટર એટલે નસીમ શાહ. પાકિસ્તાન માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણની તૈયારીમાં હતો અને તેની માતાનું નિધન થઈ ગયું. આમ છતાં તે હિંમત હાર્યો નહીં. અંતિમ સમયે તે તેની માતા સાથે ન હતો તેનો રંજ નસીમ શાહને આજે પણ છે. તેની માતાના નિધન બાદ તે પહેલી વાર માતા વિના ઇદ મનાવી રહ્યો છે ત્યારે ઇદના દિવસે તે માતાની કબર પર પહોંચી ગયો હતો.

ગયા વર્ષે નવેમ્બરમાં નસીમની માતાનું નિધન થયું ત્યારે નસીમ ઓસ્ટ્રેલિયામાં રમી રહ્યો હતો. તે એક પ્રેક્ટિસ મેચ રમ રહ્યો હતો. નસીમની માતાના નિધનના સમાચારથી પાકિસ્તાની ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને રમી હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પણ ટ્વિટ કરીને તેની માતાને શોકાંજલી આપી હતી. ત્યાર બાદ 21મી નવેમ્બરે પાકિસ્તાની ટીમ ઇન્ટરનેશનલ મેચ રમી જેમાં નસીમ રમ્યો હતો.

માતાના નિધનના એક મહિના બાદ નસીમે કરાચીમાં શ્રીલંકા સામે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેને કારણે પાકિસ્તાનનો 263 રનથી વિજય થયો હતો. આ પ્રદર્શન તે તેની માતાને સમર્પિત કરવા માગતો હતો પરંતુ તેનું નિધન થઈ ચૂક્યું હતું. નસીમ પાકિસ્તાન માટે ચાર ટેસ્ટ રમ્યો છે જેમાં તેણે 13 વિરકેટ ઝડપી છે.

Read Also

Related posts

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!