GSTV
Gujarat Government Advertisement

17 વર્ષના પાક. ક્રિકેટરનો કોહલીને પડકાર, કોહલીથી ડર લાગતો નથી

Last Updated on June 1, 2020 by Mansi Patel

વર્તમાન સમયમાં વિરાટ કોહલી વિશ્વનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર છે અને દુનિયાના કોઈ પણ બોલર માટે તે પડકારસમાન છે. કોહલીને આઉટ કરવા માટે તમામ બોલર વિશેષ મહેનત કરતા રહેતા હોય છે. જોકે પાકિસ્તાનના 17 વર્ષીય ઝડપી બોલર નસીમ શાહને કોહલીનો ડર લાગતો નથી. તેણે જણાવ્યું હતું કે તે વિશ્વના મોખરાના બેટ્સમેનથી ડરતો નથી.

બોલિંગ કરવા માટે ઉત્સુક

પાકિસ્તાનના રાવલપિંડીનો રહેવાસી નસીમ શાહ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનારો યુવાન બોલર છે. નસીમ શાહે જણાવ્યું હતું કે ભારતના આ સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સામે બોલિંગ કરવા માટે તે ઉત્સુક છે. તે આતુરતાપૂર્વક કોહલી સામે રમવાની રાહ જોઈ રહ્યો છે. જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાવી વધારે મહત્વપૂર્ણ છે. મને ખબર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ખેલાડી હિરો કે વિલન બની શકે છે.

આદર કરું છું,ડરતો નથી

હવે બંને ટીમ વચ્ચે ઓછી મેચો રમાય છે તેવામાં જ્યારે પણ મેચ રમાય તે મેચ મહત્વની બની જતી હોય છે. કોહલી સામે બોલિંગ કરવાની વાત અંગે તેણે જણાવ્યું હતું કે મને આશા છે કે ભારત સામે સારો દેખાવ કરી શકીશ અને મારા ફેન્સને નિરાશ નહીં કરું. હું કોહલીનો આદર કરું છું પરંતુ તેનાથી ડરતો નથી. તેની સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું મારા માટે પડકારજનક રહેશે. આમ થવાથી જ તમે તમારી રમત સુધારી શકો છો. કોહલી સામે મુકાબલો થાય તેની હું રાહ જોઈ રહ્યો છું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!