GSTV

જાણો નાસાના વોયેજર-2 યાનની મેરાથોન સફર વિશે વિગતે

Last Updated on October 7, 2018 by

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ 1977માં સૂર્યમાળાના છેવાડે આવેલા ગ્રહોના અભ્યાસ માટે વોયેજર યાન રવાના કર્યા હતા. જે પૈકી વોયેજર-1 તો ક્યારનું સૂર્યમાળાના સીમાડા વટાવી ઇન્ટરસ્ટેલર તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ તેના જોડિયા ભાઇ જેવું વોયેજર-2 પણ હવે પૃથ્વીથી 17.7 અબજ કિલોમીટર દૂર પહોંચી ચૂક્યું છે. અને વોયેજર-2 પણ ઇન્ટરસ્ટેલરમાં પ્રવેશવાની તૈયારીમાં છે.

નાસાએ 1977માં સૂર્યના છેવાડાના ગ્રહ યુરેનસ અને નેપ્ચુનના અભ્યાસ માટે રવાના કરેલા બંને વોયેજર યાનની 41 વર્ષ બાદ પણ બ્રહ્માંડમાં આગેકૂચ ચાલુ છે. અત્યારે સૌથી દૂર પહોંચેલા માનવસર્જિત યાનનો વિક્રમ પણ વોયેજર-1 અને વોયેજર-2ના નામે છે. વોયેજર-1 બાદ હવે વોયેજર-2 પણ સૂર્યમાળાના સીમાડા વટાવી ઇન્ટરસ્ટેલર તરફ આગળ ધપી રહ્યું છે. વોયેજર-1 પૃથ્વીથી લગભગ 21.5 અબજ કિલોમીટર દૂર છે. તો તેના જોડિયા ભાઇ જેવું વોયેજર-2 પણ પૃથ્વીથી 17.7 અબજ કિલોમીટર દૂર પહોંચ્યું છે.

સૂર્યમાળા જ્યાં પૂરી થાય તે પછી બ્રહ્માંડનો બીજો ભાગ શરૂ થાય છે. એ બંને વચ્ચેનો ભાગ ઇન્ટરસ્ટેલર એટલે કે બે તારાઓ વચ્ચેનું ખાલી આકાશ તરીકે ઓળખાય છે. અહીં સુધી પહોંચી ચૂકેલું વોયેજર-2  યાન સતત નાસાને સંદેશો મોકલતું રહે છે. જે પ્રકારના કિરણો વોયેજર-2 સાથે અથડાઇ રહ્યા છે. એ બ્રહ્માંડ કિરણો જોતા વોયેજર-2 ઇન્ટરસ્ટેલર પાસે પહોંચ્યું હોવાની શક્યતા નાસાએ વ્યકત કરી છે. નેપ્ચુન અન યુરેનસ જેના સુર્યમાળાના સભ્યોનો અભ્યાસ કરી લીધા પછી વોયેજર બેલડી આગળ વધતી રહે તે પ્રકારે જ નાસાએ તેની રચના કરી હતી.

નાસાએ જણાવ્યું હતું કે વોયેજર-2 સાથે અથડાઇ રહેલા કિરણોમાં કોસ્મીક રેનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. એટલે એમ કહી શકાય કે તે ઇન્ટરસ્ટેલરની નજીક છે. ઇન્ટરસ્ટેલર વળી અબજો કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે. માટે તેમાં પ્રવેશ અને સફર પણ વર્ષો સુધી ચાલતી રહેવાની છે. પરંતુ સૂર્યમાળાની બહાર પહોંચનારા આ બંને પહેલા યાન છે. આથી તેના દ્વારા પ્રાપ્ત થતી દરેક માહિતી વૈજ્ઞાનિકો માટે પણ મહત્વની છે. હોલીવુડમાં પણ ઇન્ટરસ્ટેલર નામથી સુપરહિટ ફિલ્મ બનેલી હોવાથી ઇન્ટરસ્ટેલર શબ્દ હવે થોડો જાણીતો છે. ઇન્ટરસ્ટેરલ ફિલ્મમાં પણ નામ મુજબ જ બ્રહ્માંડની સફરે નીકળવાની જ વાર્તા હતી.

 

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!