GSTV
Home » News » નાસાનું ઓર્બિટર લેન્ડર વિક્રમ શોધવામાં નિષ્ફળ : સંપર્કની આશા અત્યંત ધૂંધળી

નાસાનું ઓર્બિટર લેન્ડર વિક્રમ શોધવામાં નિષ્ફળ : સંપર્કની આશા અત્યંત ધૂંધળી

નાસાનું ઓર્બિટર વિક્રમની લેન્ડિંગ સાઈટ ઉપરથી પસાર થયું એ વખતે એ જગ્યાની ઘણી તસવીરો મેળવાઈ હતી, પરંતુ તેમાં ક્યાંય વિક્રમના સંકેતો મળ્યા ન હતા. વિક્રમ દેખાતું ન હોવાનો નાસાનો ચિંતાજનક અહેવાલ આવ્યો તે પછી હવે વિક્રમ સાથે સંપર્કની આશા ધૂંધળી થતી જાય છે.

નાસાનું ઓર્બિટર એલઆરઓ ચંદ્રયાન-2ની લેન્ડિંગ સાઈટ પરથી પસાર થયું હતું. નાસાના આ ઓર્બિટરે  લેન્ડર વિક્રમ જે સ્થળે લેન્ડ થવાનું હતું તેની સંખ્યાબંધ તસવીરો પાડી હતી. એ તસવીરોમાં વિક્રમના કોઈ સગડ મળ્યા ન હતા.

આ અહેવાલો ખરેખર ચિંતાજનક છે. કારણ કે જો વિક્રમ લેન્ડિંગ સાઈટ ઉપર દેખાતું જ નથી તો તેની સાથે સંપર્કની આશા વધુ ધૂંધળી થઈ જશે. અત્યાર સુધી એવી ધારણા હતી કે વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ થયું નથી, પણ ચંદ્રની સપાટી ઉપર ઊંધું પડી ગયું હોવાથી તેની સાથેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે.

વિક્રમ સાથે સંપર્ક જીવંત કરવા ઈસરોએ પ્રયાસો કર્યા હતા. ચંદ્રયાન-2 ઓર્બિટરે સંકેત આપ્યા હતા કે લેન્ડર સાઈટ ઉપર વિક્રમની હાજરી છે, પરંતુ નાસાના ઓર્બિટરની તસવીરોનો અભ્યાસ કર્યા પછી દાવો કરાયો હતો કે ત્યાં વિક્રમ દેખાતું નથી. જો ખરેખર એ સૃથળે વિક્રમ દેખાતું ન હોય તો એ વધુ નિરાશાનજક બાબત ગણાશે.

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાની સમયમર્યાદા 21મી સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. કારણ કે ચંદ્ર ઉપર 14 દિવસ અંધકાર થઈ જશે. એમાં ય ભારતે ચંદ્રની જે દક્ષિણ ધુ્રવની સાઈટ ઉપર લેન્ડિંગ કરાવવાનું નક્કી કર્યું હતું એ ભાગમાં વધુ અંધકાર થઈ જશે.

આમ પણ ચંદ્ર ઉપર દર 14 દિવસ પ્રકાશ રહે છે. લેન્ડર વિક્રમમાં અંદર મોકલાયેલું રોવર પ્રજ્ઞાાન સૂર્યપ્રકાશથી સંચાલિત થવાનું હતું, જો સૂર્યપ્રકાશ ન મળે એવી સિૃથતિમાં લેન્ડર સાથે સંપર્કની શક્યતા સાવ ઘટી જશે.

 નિષ્ણાતોના દાવા પ્રમાણે વિક્રમ સાથે સંપર્કની શક્યતા હજુ ય ત્રણેક દિવસ રહેશે. તે પછી બીજા 14 દિવસ તો સંપર્ક થાય એવી શક્યતા સાવ નહીંવત્ થઈ જશે અને તે પછી વિક્રમ અને પ્રજ્ઞાાન બંનેની કાર્યક્ષમતાની સમયમર્યાદા  પણ  પૂરી થઈ જશે.

READ ALSO

Related posts

ડેમોક્રેટ સાંસદ ભડક્યા હિલેરી ક્લિન્ટન પર, કહ્યુ- ‘યુદ્ગ ભડકાવવા વાળી રાણી’ છે

Mansi Patel

ગુજરાતના આ ગામના નિયમો છે અલગ, દારૂ પીતા પકડાયા તો આપવી પડશે આવી પાર્ટી

Kaushik Bavishi

ઇમરાન ખાનને ઘરમાં જ પડકાર, સરકાર વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન કરશે બિલાવલ ભુટો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!