નાસાના યાને મંગળ પર લીધી સેલ્ફી, ગ્રહની તસવીરો જોવા માટે કરો ક્લિક

તમે ભલે તમારા મોબાઈલમાં સેલ્ફી લેતા હો પરંતુ હવે નાસાનું અંતરિક્ષ યાન ઈનસાઈટ પણ મંગળ ગ્રહ પર સેલ્ફી લઈ રહ્યુ છે. મંગળ ગ્રહ પર ઇનસાઈટે પોતાના રોબોર્ડના હાથનો ઉપયોગ કરીને સેલ્ફી લીધી છે. લાલ ગ્રહ પર દેખાતા આ યાને લીધેલી સેલ્ફી 11 નાની-નાની તસ્વીરનો એક સમૂહ છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ 26 નવેમ્બરના રોજ ઇનસાઈટ યાનને મંગળ ગ્રહ પર ઉતાર્યા બાદ આ પ્રકારની સેલ્ફી દુનિયાની સામે આવી છે.

નાસાના વિજ્ઞાની લાલ ગ્રહ પર અનેક સંભાવનાની શોધમાં છે. વિજ્ઞાનીને આશા છે કે, ઇનસાઈટની મદદથી અનેક મહત્વની મળશે.. આ મામલે નાસાનું કહેવુ છે કે, ક્યૂરોસિટી રોવર મિશન હેઠળ આ તસ્વીર લેવામાં આવી છે. જેને નાની અને મોટી તસ્વીરને બાદમાં જોડવામાં આવે છે. ક્યૂરોસિટી રોવરને 2012માં મંગળ ગ્રહ ઉપર ઉતારવામાં આવ્યુ હતું. ઇનસાઈટને નવેમ્બરમાં મંગળ ગ્રહ અને તેના વાતાવરણના અધ્યનન માટે લાલ ગ્રહ ઉપર ઉતારવામાં આવ્યુ છે.

ઇનસાઈટ મિશન સાથે જોડાયેલા વિજ્ઞાનીઓ હવે એ વાતને નક્કી કરશે કે, અંતરિક્ષ યાનના ઉપકરણોને સ્પેસ સ્ટેશનના કયા ભાગમાં તૈનાત કરવામાં આવશે. જે બાદ ઇનસાઈટ યાનના રોબોર્ટને ભૂકંપ અને તાપમાનને લગતી માહિતી માટે ક્યાં લગાવવા તેના નિર્દેશ આપવામાં આવશે જોકે, નાસાએ જે યાનને મંગળ ગ્રહ પર ઉતાર્યુ છે. તે પથરાળ વિસ્તાર છે.

જે આ પ્રકારની ભૂમિમાં શ્રેષ્ઠ કામ કરવા માટે સક્ષમ છે. નાસાના વિજ્ઞાનીના જણાવ્યા પ્રમાણે યાન દ્વારા જે તસ્વીર મોકલવામાં આવી છે. જેના પરથી કહી શકાય કે, મંગળ પર ધરતી વધારે પથરાળ નથી. જેથી મંગળ પર ખોદકામ કરવાની જાણકારી સરળતાથી પ્રાપ્ત થશે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter