GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ધરતી પર તો ઠીક પણ હવે અંતરિક્ષ પર પ્રથમ ગુનો નોંધાઈ ચૂક્યો છે અને એ પણ બેન્કની લેવડ-દેવડનો..

અમેરિકન સ્પેસ એજન્સી નાસાની સજાતીય અવકાશ વૈજ્ઞાનિક એન મેકક્લેઇન પર અવકાશમાં સૌપ્રથમ ગુનો કરવાનો આરોપ લાગ્યોછે.  તેની પત્નીએ આરોપ મૂક્યો છે કે તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હતી ત્યારે તેણે મારા બેન્ક એકાઉન્ટનોગેરકાયદે રીતે ઉપયોગ કર્યો હતો અને તેના નાણાંકીય હીસાબો પણ તપાસ્યા હતા. નાસાના ઇન્સપેક્ટર જનરલ હાલ આ મામલે તપાસ કરી રહ્યાછે.

નાસાની અવકાશ વૈજ્ઞાનિક એન મેકક્લેઇનની પત્ની સમર વોર્ડનનો આરોપ છે કે એનને અવકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છ મહિનાના સમયગાળાના મિશન પર મોકલવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન તેણે સમરની પરવાનગી કે જાણકારી વિના તેના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સજાતીય યુગલ વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી અણબનાવો ચાલી રહ્યા છે.

સમર વોર્ડને આ પ્રકારના આક્ષેપો કરતી ફરિયાદ ફેડરલ ટ્રેડ કમિશન સમક્ષ નોંધાવી છે. આ ઉપરાંત તેણે નાસાના ઇન્સપેક્ટર જનરલની ઓફિસમાં પણ આ અંગે ફરિયાદ નોંધાવી છે. એન મેકક્લેઇનના વકીલનું કહેવું છે કે એને કોઇ ગેરકાયદે કામ કર્યુ નથી.

 તે જ્યારેઇન્ટરનેશન સ્પેસ સ્ટેશનમાં પહોંચી તે પહેલાથી તેની પત્ની સાથે અણબનાવો હતા. તેમના બેન્ક એકાઉન્ટ જોઇન્ટ હોવાથી તેણે માત્ર જોઇન્ટ બેન્ક એકાઉન્ટ તપાસ્યા હતા. નાસાના તપાસનીશ અિધકારીઓ આ હાલ આ બન્ને મહિલાઓનો સંપર્ક કરી કેટલી માહિતીઓ મેળવી છે. એન ગત જૂન મહિનામાં તેને મિશનમાંથી પરત આવી છે.

તે પરત આવી ત્યારે સમાચારોમાં તને ઘણી પ્રસિદ્ધિ મળી હતી, કારણ કે આ મિશનમાટે પસંદ કરાયેલી બન્ન વૈજ્ઞાાનિકો મહિલા હતી. જેથી મિશનમાં સામેલ તમામ વૈજ્ઞાાનિકો મહિલા હોય તેવો આ પ્રથમ બનાવ હતો. મેકક્લેઇનની પત્ની સમર વોર્ડનનું કહેવું છે કે ફેડરલ ટ્રેડ કમિશને ફરિયાદ અંગે હજુ કોઇ કાર્યવાહી કરી નથી પરંતુ નાસાના ઇન્સપેક્ટર જનરલ આ અંગે તપાસ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

જ્યારે આવા કપડાં પહેરીને ગાડીમાંથી ઉતરી આ હોટ એક્ટ્રેસ, લોકોએ કહ્યું- ‘પેન્ટ પહેરવાનું ભુલી ગઈ કે શું?’

Arohi

આ મહેલમાં હિટલરનું 10,500 કરોડનું 28 ટન છુપાવેલું સોનું! સૈનિકની ડાયરીમાંથી રહસ્ય બહાર આવ્યું

Dilip Patel

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ બ્રિસબેનમાં રમાશે, પર્થમાં મેચ નહીં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!