અમેરિકન સ્પેસ એજન્સી નાસા ટૂંકસમયમાં એવા સેટેલાઈટ્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે જે પાણીની મદદથી ઉડતા હશે. એટલે કે સેટેલાઈટ્સના એન્જિનમાં પાણી ભરવામાં આવશે. આ સેટેલાઈટ્સ ધરતીની લો-અર્થ ઓર્બિટ એટલે કે ધરતીથી 160 કિ.મી. ઉપર છોડાશે. જો આ મિશન સફળ રહેશે તો ઈંધણ પાછળ થતા ખર્ચાને બચાવી શકાશે. નાસાએ જણાવ્યું કે, આ ટેકનોલોજી જ ભવિષ્ય બનશે.
નાસા આ મહિનાના અંત સુધીમાં પાથફાઈન્ડર ટેકનોલોજી ડિમૉન્સટ્રેટર હેઠળ પ્રથમવાર પાણીથી ઉડતા ક્યૂબસેટ સેટેલાઈટ્સ લોન્ચ કરશે. આ સેટેલાઈટ્સની લોન્ચિંગ સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટ્સથી ફ્લોરિડા સ્થિત કેપ કેનવેરલ સ્પેસ સ્ટેશનથી કરવામા આવશે. ક્યૂબસેટને નાસાએ V-R3X નામ પણ આપ્યું છે. આ ઑટોનૉમસ રેડિયો નેટવર્કિંગ અને નેવિગેશનમાં મદદ કરશે. પીટીડીના પ્રોજેક્ટ મેનેજર ડેવિડ મેયરે જણાવ્યું કે, ‘અમે આવા નાના સેટેલાઈટ્સ માટે નવી અને વધુ ખર્ચાળ ના હોય તેવી પ્રોપલ્શન સિસ્ટમ જોઈએ. આ સાથે જ સ્પેસમાં પ્રદૂષણ પણ નહીં ફેલાય. જો આ મિશન સફળ રહ્યો તો ભવિષ્યમાં આ ટેકનોલોજી મોટા સેટેલાઈટ્સ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.’

ડેવિડે જણાવ્યું કે,‘જ્યારે સેટેલાઈટમાં ઈંધણ નાંખવાની વાત આવે ત્યારે તેના જોખમની તપાસ કરાય છે. પરંતુ પાણીથી ઉડતા સેટેલાઈટ્સમાં આવા જોખમ નહીં હોય. આ સાથે જ સેટેલાઈટ્સના ટકરાવવાથી વિસ્ફોટ નહીં થાય.’ ક્યૂબસેટના પ્રોપલ્શન સિસ્ટમમાં આવી સિસ્ટમ તૈયાર કરવામા આવી છે, જેની અંદર રહેલ પાણીથી હાઈડ્રોજન અને ઓક્સિજનના કણો તૂટીને તેને આગળ વધવા માટે ઉર્જા આપશે. ક્યૂબસેટના સોલર પેનલ્સ સૂરજની કિરણોથી એનર્જી લઈ આ પ્રોપલ્શન સિસ્ટમને ઉર્જા આપશે જેથી પાણીમાં હાઈડ્રોજન તથા ઓક્સિજનના કણો અલગ થાય. આ વધુ સુરક્ષિત ઉર્જા પ્રણાલી છે. પાણી એમ પણ મફતમાં જ મળી રહે છે અને તેના ઉપયોગથી નુકસાનની શક્યતા નથી.’

ફાલ્કન-9 રોકેટમાં પ્રથમવાર 6 ક્યૂબ સેટ સેટેલાઈટ્સ લોન્ચ કરવામા આવશે. તે 4-6 મહિના સ્પેસમાં કામ કરશે. આ દરમિયાન નાસા તેમના પર્ફોર્મન્સ પર નજર રાખશે. આ સાથે સામે આવતી સમસ્યાઓનો ઉકેલ શોધશે. અમુક વર્ષો બાદ ડિપ સ્પેશ મિશન એટલે ચંદ્ર કે મંગળ પર માણસો મોકલવાનું શક્ય બનશે ત્યારે આ જ રીતે પાણીને ઈંધણ તરીકે વાપરી શકાશે.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી