GSTV
Home » News » NASAએ ચંદ્રયાન-2નાં લેન્ડિંગ સાઇટની તસવીરો ખેંચી, ટુંક સમયમાં મળશે સારા સમાચાર

NASAએ ચંદ્રયાન-2નાં લેન્ડિંગ સાઇટની તસવીરો ખેંચી, ટુંક સમયમાં મળશે સારા સમાચાર

ચંદ્રયાન-2નાં વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાની સમયમર્યાદા સમાપ્ત થઇ રહી છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે NASAનાં મૂન ઓર્બિટરે ચંદ્રનાં તે ક્ષેત્રની તસવીરો મોકલી છે, જ્યાં પહોંચીને ચંદ્રયાન-2 સાથે ભારતનો સંપર્ક ખોરવાઇ ગયો હતો.

નાસાનાં એક વૈજ્ઞાનિકનાં હવાલાથી આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાસા(NASA)એ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર પોતાનાં લૂનર રિકોન્સેસ ઓર્બિટર(LRO)ની મદદ વડે 17 સપ્ટેમ્બરે અમુક તસવીરો લીધી હતી. હાલમાં નાસા આ તસ્વીરોનું વિશ્લેષણ કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં જ મિશન ચંદ્રયાન-2 હેઠળ વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ કરાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતાં, પરંતુ વિક્રમ લેન્ડ થાય તે પહેલા 2 કિલોમીટર અગાઇ જ ઇસરોનો સંપર્ક તૂટી ગયો હતો.

વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાની શક્યતા 21 સપ્ટેમ્બર સુધી છે. ત્યારબાદ ચંદ્રનાં તે ભાગમાં અંધકાર છવાઇ જશે. લૂનર રિકોન્સેસ ઓર્બિટરનાં ડેપ્યુટી પ્રોજેક્ટ સાયન્ટીસ્ટ જોન કેલરે એક બયાન આપ્યું હતું કે ઓર્બિટરનાં કેમેરા વડે તસ્વીરો ખેંચવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે LROની ટીમ આ તસવીરોને જુની તસ્વીરો સાથે તલના કરશે અને તેનું વિશ્લેષણ કરશે કે લેન્ડર દેખાય રહ્યું છે કે કેમ. આ તસવીરો ત્યારે લેવામાં આવી હતી જ્યારે ઓર્બિટર ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પરથી પસાર થઇ રહ્યો હતો. તે સમયે ત્યાં અંધારૂ થવાની શરૂઆત થઇ હતી. સ્પષ્ટ છે કે આ તસ્વીરો ધુંધળી હશે.

લેન્ડર વિક્રમ 14 સુધી કાર્યરત રહેવાનું હતું

ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરોનું કહેવું છે કે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ માત્ર 14 દિવસ સુધી કામ કરવાનું હતું. તેનું આયુષ્ય ચંદ્રનાં એક દિવસ બરાબર હતું, જે ધરતી પર 14 દિવસ બરાબર છે.

જ્યાં વિક્રમ લેન્ડર પડ્યું હતું, ચંદ્રનાં તે ભાગમાં હાલ સાંજનો સમય છે. 21 સપ્ટેમ્બર બાદ ત્યાં સુર્યનો પ્રકાશ નહિં જોવા મળે. અને રાત થઇ જશે. ચંદ્ર પર રાત્રીનાં સમયે ઘણી ઠંડી હોય છે. રાત્રિ દરમિયાન આ હિસ્સાનું તાપમાન ઘટીને માઇનસ 200 ડિગ્રી સુધી પહોંચી જાય છે. વિક્રમ લેન્ડરનાં ઇલેક્ટ્રોનિક ભાગ આ ઋતુ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યા નથી, જેથી તે આ તાપમાનમાં ખુદને જીવીત રાખી શકે. તેથી જો હવે આગલા દિવસ સુધીમાં વિક્રમથી સંપર્ક સ્થાપિત ન થાય તો તેનાં સંપર્ક થવાની શક્યતા હંમેશા માટે ખતમ થઇ જશે.

READ ALSO

Related posts

કોટામાં 75 વર્ષની મહિલાએ આપ્યો બાળકીને જન્મ, ચોંકી ઉઠ્યાં ડોક્ટર્સ

Kaushik Bavishi

ફિલ્મના પોસ્ટરમાં પોતાનો ફોટો જોઈ ભાજપના આ દિગ્ગજ નેતાએ આપી આ પ્રતિક્રિયા

pratik shah

અયોધ્યામાં મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત ગોઠવાયો, ધારા 144 લાગતા અનેક તર્ક વિતર્ક

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!