GSTV
Gujarat Government Advertisement

સ્પેસ ટ્રાવેલ / નાસાનું યાન પહોંચ્યું સૂર્યમાળાના સૌથી મોટા ઉપગ્રહના દરવાજે, છેલ્લાં 20 વર્ષમાં પહોંચેલું આ પ્રથમ યાન

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

સૂર્યમાળાના સૌથી મોટા ગ્રહ ગુરુ (જ્યુપિટર) ના સૌથી મોટા ઉપગ્રહ ગોનેમિડ પાસેથી નાસાનું યાન જૂનો પસાર થયું હતું અને તેણે નજીકથી ગોનેમિડની તસવીરો લીધી હતી. છેલ્લાં વીસ વર્ષમાં ગોનેમિડ પાસે પહોંચેલું આ પહેલું યાન છે. આ તસવીર અત્યંત નજીકથી લેવાઈ હોવાથી ગોનેમિડની સપાટી પરના ખાડા-ટેકરા પણ તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

જુનો યાન ગોનેમિડ પાસેથી પસાર થયું ત્યારે બન્ને વચ્ચેનું અંતર માંડ હજાર કિલોમીટર જ હતું. એ વખતે યાનના જુનોકેમ નામના કેમેરાએ ગોનેમિડની સપાટીની તસવીરો લીધી હતી. ગોનેમિડનું કદ સૂર્યમાળાના ગ્રહ બુધ કરતા પણ વધારે છે. જો ગોનેમિડ સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતો હોત તો તેની ગણતરી એક ગ્રહ તરીકે કરવામાં આવી હોત.

2016થી જૂનો ગુરુ, તેના વાતાવરણ અને તેના ઉપગ્રહોનો અભ્યાસ કરી રહ્યું છે. ગુરુ સૂર્યામાળાનો સૌથી મોટો ગ્રહ છે, પણ ખાસ્સો દૂર હોવાથી તેનો અભ્યાસ મુશ્કેલ છે. આ અગાઉ નાસાએ ગેલેલિયો સ્પેસક્રાફ્ટ ગુરુના અભ્યાસ માટે મોકલ્યું હતું.

ગોનેમિડસ સપાટી પાસેથી નીકળતી વખતે જુનોની સ્પીડ સેકન્ડના 19 કિલોમીટરની

ગોનેમિડસ સપાટી પાસેથી નીકળતી વખતે જુનોની સ્પીડ સેકન્ડના 19 કિલોમીટરની હતી. ગોનેમિડ વિશેની જાણકારી વિજ્ઞાનીઓ પાસે છેક 1610ની સાલથી છે, પણ એ પ્રાથમિક જાણકારી છે. મહાવિજ્ઞાની ગેલેલિયો ગેલેલીએ ચારસો વર્ષ પહેલા પ્રથમવાર આ ઉપગ્રહનો અભ્યાસ કર્યો હતો. ગોનેમિડની રચના વિશિષ્ટ અને રહસ્યમય છે. તેની સપાટી પર બરફ છે, એટલે ત્યાં જીવન હોવાની શક્યતા પણ સંશોધકો તપાસી રહ્યાં છે.

ગુરુ સૂર્યમાળાનો સૌથી મોટો ગ્રહ છે અને ખાસ તો ગેસનો બનેલો છે. તેની વિશાળતાનો ખ્યાલ એ વાતે આવે કે ધરતીનો વ્યાસ 12756 કિલોમીટર છે, જ્યારે ગુરુનો 1,42,984 કિલોમીટર છે. એટલે સૂર્યને ફરતે એક આંટો મારતા ગુરુને બાર વર્ષ લાગે છે.

પરિવારની દૃષ્ટિએ પણ સૂર્યમાળાના સૌથી મોટા ગ્રહોમાં ગુરુનો સમાવેશ થાય છે. ગુરુના 79 ઉપગ્રહો છે, જ્યારે તેનાથી વધુ ઉપગ્રહો માત્ર શનિ પાસે છે. શનિની માફક ગુરૂને પણ વલયો છે, પરંતુ એ સ્પષ્ટ દેખાતા નથી. જૂનો 2025 સુધી ગુરુનો અભ્યાસ કરશે અને પછી ગુરુની સપાટીમાં જ વિલીન થઈ જશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!