GSTV
Home » News » ચંદ્ર ઉપર 2020થી ઉપકરણ મોકલશે NASA, માણસોનાં જતા પહેલાં થશે તૈયારીઓ

ચંદ્ર ઉપર 2020થી ઉપકરણ મોકલશે NASA, માણસોનાં જતા પહેલાં થશે તૈયારીઓ

અમેરિકા 1970ના દશક બાદ પહેલીવાર 2020 અને 2021માં ચંદ્ર ઉપ ઉપકરણ મોકલવાની યોજના બનાવી રહ્યુ છે. આ યોજના 2024માં ચંદ્ર ઉપર માણસોને મોકલવાનાં મિશનનો ભાગ છે. નાસાનું કહેવું છેકે, ‘આર્તેમિસ’ પ્રોગ્રામ હેઠળ, તેમણે ચંદ્ર પર ઉપકરણ મોકલવા માટે અમેરિકન કંપનીઓ એસ્ટ્રોબૉટિક, ઈંટ્યૂટિવ મશીન્સ અને ઓર્બિટ બીયોડને પસંદ કરી છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેમના પ્રશાસને ચંદ્ર ઉપર લોકોને મોકલવાના કાર્યક્રમમાં ફેરફાર કરતાં તેને ચાર વર્ષ પહેલાં 2024 નક્કી કરી છે. આ ત્રણેય કંપનીઓએ અલગ-અલગ આકારના પોત-પોતાના યાન તૈયાર કર્યા છે. ત્રણેય યાન નાસાના ઉપકરણોના 23 કાર્ગો ચંદ્ર ઉપર પહોંચાડશે.

જેમાં પહેલું કાર્ગો સપ્ટેમ્બર 2020માં મોકલવામાં આવશે. ચંદ્ર સાથે જોડાયેલાં અંતરિક્ષ અભિયાનોને લઈને દુનિયાની ઘણી અંતરિક્ષ એજન્સીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. જેમાં ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો પણ સામેલ છે. ઉલ્લેખનીય છેકે, ઈસરો 9થી 16 જૂલાઈ, 2019 દરમ્યાન ચંદ્રયાન-2 મોકલવા માટે બધા મોડ્યૂલ તૈયાર કરવા ઉપર કામ કરી રહ્યુ છે. ચંદ્રયાન-2ને છ સપ્ટેમ્બરે ચંદ્ર ઉપર ઉતારવાની સંભાવના છે.

READ ALSO

Related posts

બગદાદમાં અમેરિકી દૂતાવાસ પાસે 5 રોકેટ બ્લાસ્ટ, આ મહિનામાં જ ચોથો હુમલો

Pravin Makwana

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!