GSTV

ખાસ વાંચો / મંગળ પરથી NASAના રોવરે મોકલ્યો પ્રથમ વીડિયો, જુઓ લાલ ગ્રહનો અદ્ભૂત નજારો

યુએસ સ્પેસ એજન્સી નાસાએ મંગળના લેટેસ્ટ ફૂટેજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડિઓને તાજેતરમાં મંગળ પર નાસાના પર્સિવરન્સ રોવર દ્વારા મંગળ પરથી મોકલવામાં આવ્યો હતો. આ વિડિઓમાં, પેરસીવર રોવરે પેરાશૂટની મદદથી મંગળની લાલ પૃથ્વી પર ઉતરતા કેમેરાની એક ક્ષણ (નાસા મંગળ પર્સિવરન્સ રોવર લેન્ડિંગ વિડિઓ) પકડી લીધી છે.

નાસાનું મિશન મંગળ

ચાર દિવસ પહેલા એટલે 19 ફેબ્રુઆરીએ માર્સ મિશન હેઠળ નાસાનો પર્સેવરેન્સ રોવર ધરતીથી ટેકઑફ કર્યાના 7 મહિના બાદ સફળતાપૂર્વક મંગળ ગ્રહ પર લેંડ થયો હતો. દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર આ લેડિંગ પર હતી. હકીકતમાં આ રોવર લાલ ગ્રહના સૌથી ભયાનક ક્ષેત્ર જજેરો ક્રેટરમાં ઉતર્યુ હતું. હવે રોવરે મંગળ ગ્રહનો વીડિયો મોકલ્યો હતો. જેમાં મંગળની પહેલી હાઈ ડેફિનેશન અવાજો સાંભલવા મળી રહી છે.

વીડિયોમાં શુ-શું દેખાય છે

રેકોર્ડ 25 કેમેરાવાળા પર્સેવરેંસ રોવરે અલગ-અલગ એંગલોથી મંગળની લાલ બાજરીવાળી ધરતીને કેદ કરી છે. મંગળ ગ્રહની સપાટીના આટલા નજીકથી વીડિયો પહેલીવાર સામે આવ્યો છે. વીડિયો જોવાથી ખ્યાલ આવે છે કે, મંગહળ ગ્રહની સપાટી ઉબડ-ખાબડ છે. સપાટી પર મોટા-મોટા ખાડાઓ દેખાઈ રહ્યા છે.

રેગિસ્તાન જેવો દેખાઈ રહ્યો છે લાલ ગ્રહ

મંગળ ગ્રહના આ વીડિયોને જોઈને એવુ લાગે છે કે, કો ઈ લાલ રણ હોય. વીડિયોમાં જોવા મળે છે કે, જેમ-જેમ રોવર મંગળ ગ્રહની સપાટીની નજીક જાય છે,તેના જેટથી ફેંકાઈ રહેલી હવાઓના કારણે સપાટી પર ઝડપથી માટી ઉડવા લાગે છે. આ વીડિયો ત્યારનો છે જયારે રોવર સપાટીથી લગભગ 20 મીટરની દૂરી પર છે. સપાટીની નજીક પહોંચતા જ રોવરના આંઠ પૈડા ખુલવા લાગે છે. અને તેની કેટલીક સેંકડ બાદ જ રોવર મંગળ ગ્રહની સપાટી પર લેંડ કરે છે.

મંગળ ગ્ર પર જીવનની સંભાવના

પર્સેવરેન્સ રોવર નંગળ ગ્રહ પર કાર્બનડાયોકસાઈડથી ઓક્સિજન બનાવવાનું કામ કરશે અને મંગળ ગ્રહ પર પાણીની શોધ કરશે. સાથે જ મંગળ ગ્રહની જમીનની નીચે જીવનના પ્રમાણોનું પણ અધ્યયન કરશે. તે ઉપરાંત પર્સેવરેન્સ મંગળ ગ્રહ પરના વાતાવરણ અને જળવાયુનું અધ્યયન કરશે.

READ ALSO

Related posts

ઉત્તરાખંડની રાજનીતિમાં નવા જૂનીના સંકેત, CM રાવતને હાઈકમાન્ડનું તેડું: હવે આ નામો ચર્ચામાં

pratik shah

મરાઠા અનામત કેસ/ શું અનામત મર્યાદા 50 ટકાથી વધારી શકાય? સુપ્રિમે રાજ્યો પાસેથી માગ્યો જવાબ

Karan

Women’s Day 2021 : રોકાણ માટે મહિલાઓને સૌથી વધુ પસંદ છે આ વિકલ્પ, અહીં કરવા માંગે છે ઇન્વેસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!