GSTV

મૂન મિશનઃ આ વર્ષમાં ચંદ્ર પર પહેલી વખત મહિલા પગ મુકશે, મિશન પર થશે 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ

અમેરિકન સ્પેસ એજન્સી નાસા ફરી એકવાર ચંદ્ર પર માણસને મોકલવાની યોજના બનાવી રહી છે. 1972માં પહેલી વખત નાશાએ ચંદ્ર પણ માણસોને મોકલ્યા હતા. નાસા પ્રમુખ જીમ બ્રિડેનસ્ટેઇને જણાવ્યું હતું કે, ‘નાસાએ 2024 માં ચંદ્ર પર પ્રથમ મહિલા અવકાશયાત્રીને ઉતારવાની યોજના બનાવી છે. એક પુરુષ અવકાશયાત્રી પણ તેમની સાથે આ મિશન પર જશે. નાસાના જણાવ્યા અનુસાર, આ મિશનની શરૂઆત ચંદ્ર પર વૈજ્ઞાનિક શોધખોળ, આર્થિક લાભ અને નવી પેઢીના સંશોધકોને પ્રેરણા આપવા માટે શરૂ કરવામાં આવી છે.

પ્રારંભિક બજેટ રૂ. 23,545 કરોડની મંજૂરી આપે તો અમે ચંદ્ર સુધીનું અમારું કાર્ય પાર પાડીશું

નાસાના વડા જિમ બ્રિડેનસ્ટેઈને એક બ્રીફિંગમાં કહ્યું હતું કે દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી હોવાથી મિશનના બજેટની થોડી અડચણ છે. જો અમેરિકી સંસદમાં ડિસેમ્બર સુધીમાં પ્રારંભિક બજેટ રૂ. 23,545 કરોડની મંજૂરી આપે છે, તો અમે ચંદ્ર સુધીનું અમારું કાર્ય પાર પાડીશું.

આ મિશન 4 વર્ષમાં પૂર્ણ થશે અને લગભગ 28 અબજ ડોલરનો આની પાછળ ખર્ચ થશે

તેમણે કહ્યું કે આ મિશનમાં નાસા ચંદ્રના અસ્પૃશ્ય દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન ઉતારવામાં આવશે. આ મિશન 4 વર્ષમાં પૂર્ણ થશે અને લગભગ 28 અબજ ડોલરનો આની પાછળ ખર્ચ થશે. બ્રિડેનસ્ટેઈને કહ્યું, “આ મિશન નવી બાબતોનું સંશોધન કરવામાં આવશે. તેમાં પહેલા કરવામાં આવેલા વૈજ્ઞાનિક સંશોધનોથી આ ભિન્ન સંશોધન માટે જશે. તેમણે કહ્યું કે 1969 માં એપોલો મિશન સમયે, અમે વિચાર્યું હતું કે ચંદ્ર શુષ્ક છે, પરંતુ હવે આપણે જાણીએ છીએ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીનો મોટો જથ્થો હાજર છે. આ વખતે ત્રણ લૂનર લેન્ડરના નિર્માણનું કામ ચાલુ છે. જે અવકાશયાત્રીઓને લઈ જશે.

અવકાશયાત્રીઓ એક અઠવાડિયા સુધી ચંદ્રની સપાટી પર કામ કરશે

નાસાના જણાવ્યા અનુસાર, પ્રથમ લેન્ડર બ્લુ ઓરિજિન, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, બીજું લેન્ડર એલન મસ્કની કંપની સ્પેસએક્સ અને ત્રીજું લેન્ડર ડાયનેટિક્સ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. નાસાએ આ મિશનનું નામ આર્ટેમિસ રાખ્યું છે, તે કેટલાય તબક્કામાં હશે. પ્રથમ તબક્કાની શરૂઆત નવેમ્બર 2021 માં માનવરહિત ઓરીયન અવકાશયાનથી થશે. મિશનના બીજા અને ત્રીજા તબક્કામાં, અવકાશયાત્રીઓ ચંદ્રની ભ્રમણ કરશે અને ચંદ્રની સપાટી પર ઉતરશે. જે એપોલો 11 મિશનની જેમ એક અઠવાડિયા સુધી ચાલુ રહેશે, જે દરમિયાન અવકાશયાત્રીઓ એક અઠવાડિયા સુધી ચંદ્રની સપાટી પર કામ કરશે.

20 જુલાઈએ નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મુક્યા

નાસાના જણાવ્યા અનુસાર, અમેરિકાએ 1969 થી 1972 સુધીમાં એપોલો 11 સહિત ચંદ્ર પર છ મિશન મોકલ્યા હતા. 20 જુલાઈ, 1969 ના રોજ એપોલો 11 દ્વારા પ્રથમ વખત અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ, એડવિન એલ્ડ્રિન ચંદ્ર પર ઉતર્યા હતા.

READ ALSO

Related posts

IPL 2020: સૂર્યકુમાર યાદવ અને બુમરાહનો તરખાટ, મુંબઈનો પ્લે ઓફમાં પ્રવેશ

Bansari

ડાંગરના ખેડૂતો માટે આનંદના સમાચાર : સરકારે ખેડૂતોને ભાવ મળી રહે એ માટે લીધો મોટો નિર્ણય, આ તારીખ પણ લંબાવી

pratik shah

કોરોના વેક્સિન મુદ્દે PM મોદીનું મોટુ નિવેદન, દરેક લોકોને મળશે કોરોના વેક્સિન, કોઈને બાકાત નહીં રખાય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!