GSTV
Home » News » NASAએ ચંદ્રમાની સપાટી પર શોધી કાઢ્યુ ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ, ફોટો કર્યા શેર

NASAએ ચંદ્રમાની સપાટી પર શોધી કાઢ્યુ ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ, ફોટો કર્યા શેર

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને લઈને મોટો ખુલાસો કર્યો છે. નાસાએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે તેમના લૂનર રિકનેસેન્સ ઓર્બિટરે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધી લીધું છે. નાસાના દાવા મુજબ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ તેના ક્રેશ સાઈટથી 750 મીટર દૂર મળ્યો છે. કાટમાળના ત્રણ સૌથી મોટા ટૂક્ડા 2 બાય 2 પિક્સેલના છે.

નાસાએ લગભગ રાત્રે દોઢ વાગ્યે વિક્રમ લેન્ડરના ઈમ્પેક્ટ સાઈટની તસવીર જાહેર કરી અને જણાવ્યું કે તેમના ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યાં છે. નાસાના જણાવ્યા મુજબ વિક્રમ લેન્ડરની તસવીર એક કિલોમીટર દૂરથી લેવામાં આવી છે. આ તસ્વીરમાં સોઈલ ઈમ્પેક્ટ પણ જોવા મળ્યું છે. તસવીરમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ચંદ્રની સપાટી પર જ્યાં વિક્રમ લેન્ડર પડ્યું છે ત્યાં સોઈલ ડિસ્ટબન્સ પણ છે. ઈસરોએ નાસાનો સંપર્ક સાધ્યો છે અને વિક્રમ લેન્ડરના ઈમ્પેક્ટ સાઈટની જાણકારી માગી છે.

જાણકારી મુજબ નાસા ઈસરોનો એક પૂરો રિપોર્ટ સોંપશે જેમાં વિક્રમ લેન્ડરથી સંબંધિત વધુ જાણકારી મળીસ શકશે. આ પહેલાં અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ વિક્રમ અંગે સુચના આપવાની આશા વ્યક્ત કરી હતી, કેમકે તેમનું લ્યૂનર રિકનેંસેસ ઓર્બિટર તે સ્થાન પરથી પસાર થવાનું હતું જે સ્થાને ભારતીય લેન્ડર વિક્રમ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી.

નાસાએ કહ્યું હતું કે તેમની એલઆરઓ 17 સપ્ટેમ્બરે વિક્રમની લેન્ડિંગ સાઈટથી પસાર થયું અને તે ક્ષેત્રની હાઈ રોઝોલ્યૂશન તસવીર ખેંચી હતી. 22 જુલાઈએ 978 કરોડ રૂપિયાના ખર્ચે ચંદ્રયાન-2 લોન્ચ કરાયું હતું જો કે તેનું સોફ્ટ લેન્ડિંગ થયું ન હતું અને ઈસરો સાથે તેનો સંપર્ક તૂટ્યો હતો.

READ ALSO

Related posts

હવે રાજ્યસભા પ્રિયંકા ગાધી, પણ કોંગ્રેસનો આ નિર્ણય તેને લોકસભામાં મોંઘો પડી જવાનો છે

Mayur

કેજરીવાલે દિલ્હીના વિકાસ માટે મોદીના આશીર્વચન માગ્યા

Mayur

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!