GSTV

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Last Updated on August 2, 2021 by Pritesh Mehta

મંગળ ગ્રહ પર બરફ જોવા મળ્યો છે. જેની તસવીર અમેરિકી એજન્સી નાસાના સ્પેસક્રાફ્ટ માર્સ રિકૉનસેન્સ ઑર્બિટરે લીધી છે. આ નવી તસવીર નાસાએ પોતાની વેબસાઈટ અને સોશ્યલ મીડિયા હેન્ડલ પર જારી કરી છે. આ તસવીરને જોઈને ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં જામેલી બરફની યાદ અપાવે છે. મંગળ ગ્રહ પર મોટા-મોટા તળાવો બન્યા છે. જોકે, નાસાના વૈજ્ઞાનિકોએ એક નવો ખુલાસો કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધા છે.

NASA નાસા

નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે અમે માર્સ રિકૉનસેન્સ ઑર્બિટરની તસવીરો જોઈને તો હેરાન રહી ગયા. મંગળ ગ્રહના દક્ષિણી ધ્રુવ પર મોટા-મોટા બરફના સ્તરો જોવા મળ્યા. આ તસવીર મંગળ ગ્રહના ચારે તરફ ચક્કર લગાવી રહેલા માર્સ રિકૉનસેન્સ ઑર્બિટરે લીધી છે. પરંતુ તપાસ કર્યા બાદ જે વાત સામે આવી તેનાથી નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીના વૈજ્ઞાનિક પણ અંચબિત રહી ગયા.

નાસાએ પોતાની સાઈટ પર લખ્યું છે જ્યાં પાણી હોય છે, ત્યાં જીવન હોય છે પરંતુ આ સિદ્ધાંત માત્ર ધરતી પર જ લાગુ થઈ રહ્યો છે. તેથી અમારા વૈજ્ઞાનિક મંગળ ગ્રહની સૂકી જમીન પર તરલ પાણીની શોધ કરી રહ્યા છે. જોકે લાલ ગ્રહ પર પાણીની શોધ કરવી એટલી સરળ નથી. દૂરથી જોવાથી અને તસવીરોની તપાસ કરવા પર જાણ થઈ છે કે મંગળ ગ્રહના દક્ષિણી ધ્રુવ પર મોટા ભાગમાં બરફ છે.

નાસાએ લખ્યું છે કે જો જરા ગરમી થાય છે તો બરફ ઓગળીને પાણી થઈ જાય છે. પરંતુ આ સ્થિતિ વધારે સમય રહેતી નથી. તરલ પાણી કેટલીક સેકન્ડમાં જ વરાળ બની જાય છે. મંગળ ગ્રહના વાયુમંડળમાં લાપતા થઈ જાય છે. વર્ષ 2018માં ઈટલીના નેશનલ ઈન્સિટટ્યુટ ઑફ એસ્ટ્રોફિઝિક્સના સાઈન્ટિસ્ટ રૉબર્ટો ઓરોસેઈએ મંગળ ગ્રહના દક્ષિણી ધ્રુવ પર સપાટીની નીચે બર્ફિલા તળાવ શોધ્યા હતા. તેમણે આના પુરાવા યુરોપિયન સ્પેસ એજન્સીના માર્સ એક્સપ્રેસ ઑર્બિટર સાથે જોડાયેલા હતા.

જ્યારે ઝીણવટપૂર્વક આ તસવીરો અને રડાર સિગ્નલોની તપાસ કરવામાં આવી તો જાણ થઈ કે મંગળ ગ્રહ પર બનેલા તળાવનો સ્ત્રોત પાણી અથવા બરફ નથી પરંતુ ચિકણી માટી છે. આ કારણથી ગયા મહિને પ્રાપ્ત આંકડા, સિગ્નલની સ્ટડી બાદ ત્રણ નવા રિસર્ચ પેપર્સ પ્રકાશિત કરવામાં આવ્યા. જેમા એ વાત સામાન્ય હતી કે આ તળાવને સુકવવામાં ચિકણી માટીનું મોટું યોગદાન હોઈ શકે છે.

મંગળ ગ્રહના દક્ષિણી ધ્રુવનુ અધ્યયન કરી રહેલા દુનિયાભરના 80 વૈજ્ઞાનિક તાજેતરમાં જ આર્જેન્ટિનાના દક્ષિણી તટ પર સ્થિત અશુઆઈયા ગામમાં આયોજીત ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ ઑન માર્સ પોલર સાયન્સ એન્ડ એક્સપ્લોરેશનમાં મળ્યા. અહીં તમામ વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ પર કરવામાં આવેલા પોતાના અધ્યયનોને એક બીજાની સાથે વહેંચ્યા. જેપીએલના સાઈન્ટિસ્ટ જેફરી પ્લૉટ કહે છે કે આવા કોન્ફ્રન્સથી વૈજ્ઞાનિકોનું જ્ઞાન વધે છે. ડેટા અને આંકડા શેર થાય છે. નવી રીતે અધ્યયન કરવાનો નવો એંગલ મળે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!