ચંદ્ર પર પાણીની શોધ માટે વૈજ્ઞાનિકો હંમેશ રિસર્ચ કરે છે. કેટલાક અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચંદ્રમાં પાણીમાં હાજર છે. હવે પહેલીવાર વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર પાણી છે તે બાબત સાથે જોડાયેલ એક મેપ તૈયાર કર્યો છે. જેમાં ચંદ્ર પર પાણી હોવાની સંભાવનાને વધું વેગ મળ્યો છે. વૈજ્ઞાનિકોએ ચંદ્રમાં પાણી હાજર હોવાનો મેપ નાસાના સ્ટેટ્રોસ્ફેરિક ઓબ્જર્વેટરી ફોર ઈન્ફ્રારેડ એસ્ટ્રોનોમીના માધ્યમથી તૈયાર કર્યો છે. આ મેપની મદદથી એ બતાવવાની કોશિશ કરી છે કે ચંદ્રમાં પાણીનું હલનચલન કેવી રીતે થાય છે.

વૈજ્ઞાનિકોએ ચંદ્રમાં પાણીનો જે મેપ તૈયાર કર્યો છે તેમાં ચંદ્રના દક્ષિણી ધ્રુવ એટલે કે સાઉથ પોલ પર ફોકસ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે ચંદ્ર પર પાણીની શોધમાં આ નકશાનું બનવું એક મોટું પગલું છે. આ મેપ ચંદ્રની પૃથ્વીવાળી સાઈડમાં બન્યો છે. એક્સપર્ટનું કહેવું છે કે આ મેપ ખુબ જ ઉપયોગી થવાનો છે.
વૈજ્ઞાનિકોએ આ મેપને 2023 લૂનાર એન્ડ પ્લૈનેટરી સાયન્સ કોન્ફરન્સમાં પ્રસ્તુત કર્યો હતો. એકસપર્ટે મેપ વિશે જાણકારી આપતા કહ્યું કે આ મેપમાં પહાડ સરળતાથી જોઈ શકાય છે અને તેમાં રાત-દિવસનો ફર્ક પણ ખુબ સરળતાથી સમજી શકાય છે. આ મેપથી ચંદ્ર પર પાણી હોવાની સંભાવના ઘણી વધી જાય છે. તેમને કહ્યું કે આ મેપની ઉપયોગિતા 2024માં જાણ થશે જયારે જ્યારે નાસાનું વોલેટાઈલ્સ ઈન્વેસ્ટિગેટીંગ પોલર એક્સપ્લોરેશન રોવર (VIPER) ચંદ્રની સપાટી પર ઉતરશે. એકસપર્ટે જણાવ્યું કે રોવર એ જ વિસ્તારમાં લેન્ડ થશે જેના માટે નકશો તૈયાર કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે અમેરિકી સ્પેશ એજન્સી નાસા ચંદ્ર સાથે જોડાયેલ મિશન પર ગંભીરતાથી કામ કરી રહી છે. પાણીની શોધ ઉપરાંત, નાસા 2025 સુધીમાં આર્ટેમિસ 3 મિશન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મિશન હેઠળ નાસા ફરી એકવાર મનુષ્યને ચંદ્ર પર મોકલશે. આ માટે નાસાએ તે જગ્યાઓ પણ પસંદ કરી છે જ્યાં યાન લેન્ડ કરવામાં આવશે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો