GSTV
Home » News » ભગવાન નરસિંહ જયંતી- ભગવાન નરસિંહની પૂજા વિશે આટલું જાણો

ભગવાન નરસિંહ જયંતી- ભગવાન નરસિંહની પૂજા વિશે આટલું જાણો

Bhagwan Narsingh jayanti

ભગવાન નરસિંહ, શ્રી હરી વિષ્ણુનો પાંચમો અવતાર છે. ભક્ત પ્રહલાદના રક્ષણ માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લીધો હતો. તે સાંજના સમયે સ્તંભમાંથી પ્રગટ થયા હતા. ભગવાન નરસિંહ, શ્રીહરિ વિષ્ણુનું ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે. તેમનું સ્મરણ કરવાથી દરેક પ્રકારના સંકટ સામે રક્ષણ મળે છે. દરેક પ્રકારના શત્રુ અને વિરોધીઓ શાંત થાય છે. આ વર્ષે ભગવાન નરસિંહની 17 મેના રોજ ઉજવવામાં આવશે.


ભગવાન નરસિંહને પ્રસન્ન કરવા કરો આ રીતે પૂજા

-સવારે વહેલા ઊઠી ઘરની સાફ સફાઈ કરવી, ઘરને ચોખ્ખું રાખવું.
-બપોરના સમયે તલ, ગોમૂત્ર, માટી શરીર પર ઘસો અને શુદ્ધ પાણીથી સ્નાન કરો.
-ભગવાન નરસિંહના ફોટા સામે દીવો કરો.
-તેમને પ્રસાદ અને લાલ ફૂલ ચડાવો.
-ત્યારબાદ તમારી મનોકામનાનું ધ્યાન કરો અને ભગવાન નરસિંહના મંત્રનું જાપ કરો.-ઉપવાસના દિવસે ફળાહાર કરો.
-બીજે દિવસે ગરીબોને ખોરાક અને વસ્ત્ર દાન કરી ઉપવાસ પૂર્ણ કરવો.


મુકદમા અને વિરોધીયો સામે વિજય પ્રાપ્ત કરવા આ
રીતે કરો પૂજા

-ભગવાન નરસિંહને લાલ ફૂલ ચડાવતી વખતે એક લાલ રેશમી દોરો પણ અર્પણ કરો.
-તેમની સામે ઘીનો દીવો કરો.
-ત્યારબાદ વિશેષ મંત્રનો જાપ કરો.
-મંત્ર- ૐ નૃ નૃસિંહાય શત્રુ ભુજ બલ વિદીર્ણાય સ્વાહા
-અર્પણ કરેલા દોરાને જમણા કાંડા પર બાંધો


દેવાથી મુક્તિ અને ધન પ્રાપ્તિનો ઉપાય

-ભગવાન સામે ત્રણ દીવા કરવા.
-તેમને એટલા લાલ ફૂલ અર્પણ કરો જેટલી તમારી ઉંમર હોય.
-લક્ષ્મી નરસિંહ સ્ત્રોતનો પાઠ કરો.
-દેવાથી મુક્તિ થશે.
આયુષ્યની રક્ષા અને પોતાના કલ્યાણ માટે કરો આ ઉપાય
-ભગવાન નરસિંહનું નિયમિત સ્મરણ કરો.
-તેમને પીળી વસ્તુ ચડાવો.
-ત્યારબાદ વિશેષ મંત્રનો કમસે કમ 108 વાર જાપ કરો.
-મંત્ર ઉગ્રં વીરં મહાવિષ્ણુમ, જ્વલન્તં સર્વતોમુખમ| નરસિંહ ભીષણં ભદ્રં, મૃત્યોર્મૃત્યુ નમામ્યહમ|

Read Also

Related posts

સાઉથ ઈન્ડિયન ટેસ્ટથી બનાવો ચુરૂ પાઉં

Dharika Jansari

નાના-મોટાં દરેકને એડકી કેમ આવતી હોય છે? જાણો કારણ

Dharika Jansari

આજના દિવસે નવા કામ માટે લેવી પડે જરૂરી સલાહ જુઓ ભાગ્યદર્પણમાં

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!