GSTV
Ahmedabad News ગુજરાત ટોપ સ્ટોરી

નરોડા પાટિયા કેસ : જાણો કોને મળી સજા અને કોણ છૂટ્યું નિર્દોષ

ગુજરાત હાઈકોર્ટની ડિવિઝનલ બેન્ચે ચુકાદો આપતા સ્ટીંગ ઓપરેશનને નોન એડમિસિવલ એવિડન્સ ગણાવ્યો છે. આરોપી નંબર એક નરેશ અગરસીને દોષિત જાહેર કરાયો છે. આરોપી નંબર બે મુરલી સિંધી પણ દોષિત જાહેર થયો છે. બાબુ બજરંગીની મૃત્યુ સુધીની આજીવન કેદનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો છે. પ્રકાશ રાઠોડ, કિશન કોરાણી અને બાબુ બજરંગીને ષડયંત્રકારી ગણાવીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. નરોડા પાટિયા કેસમાં સુરેશ લંગડાને 31 વર્ષની સજા ફટકારવામાં આવી છે. માયા કોડનાની સિવાય પ્રમેચંદ તિવારી, મનુ મોરડા, હીરા મારવાડી, વિક્રમ છારાને પણ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે વિજય પરમાર, રમેશ કેશવલાલને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

કોર્ટના આદેશમાં રસ્તા અને ચાલીના બનાવને અલગ-અલગ રીતે જોવામાં આવ્યું. સ્ટિંગ ઓપરેશનના પુરાવાઓને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. માયાબેન કોડનાનીને બેનિફિટ ઓફ ડાઉટના આધારે નિર્દોષ જાહેર કરાયા છે. 16 વર્ષ અગાઉ 28 ફેબ્રુઆરી 2002માં અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટા હત્યાકાંડમાં 97 લોકએ જીવ ગુમાવ્યા હતા. અત્યાર સુધી મળતા અહેવાલ મુજબ કોર્ટે ચુકાદો આપ્યો છે. ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા રાજકુમાર ચોમલ અને પ્રકાશ રાજપૂતને હાઇકોર્ટે દોષિત માન્યા છે.

હાઈકોર્ટે અાપેલો ચૂકાદો

 1. બાબુભાઇ બજરંગી દોષિત…
 2.  મુરલી નારણ દોષિત.
 3. ગણપત છનાજી નિર્દોષ…
 4.  વિક્રમ છારા નિર્દોષ…
 5.  હરેશ જીવણલાલ દોષિત
 6.  સુરેશ કાંતિભાઈ દોષિત..
 7.  પ્રકાશ સુરેશભાઈ દોષિત
 8.  કિશન કોરાણી દોષિત.
 9. પ્રેમચંદ તિવારી દોષિત..
 10.  સુરેશ દલ્લુભાઈ દોષિત..
 11.  નવાબ હરિસિંહ દોષિત
 12. મનું મરુડા નિર્દોષ
 13. અશોક હુદલદાસ નિર્દોષ…
 14. મુકેશ રતિલાલ નિર્દોષ
 15.  મનોજ રેણુમલ દોષિત
 16.  હીરાજી મારવાડી નિર્દોષ
 17.  બિપિન ઓટોવાલા દોષિત
 18.  વિજય તખુભાઈ નિર્દોષ
 19.  રમેશ કેશવલાલ નિર્દોષ
 20.  સચિન નગીનદાસ નિર્દોષ
 21.  વિલાસ સોનાર નિર્દોષ
 22.  સંતોષ કોડુમલ નિર્દોષ
 23. પિન્ટુ દલપત નિર્દોષ
 24. કૃપાલસિંહ જંગબહાદુર નિર્દોષ
  12 દોષિત જાહેર અત્યાર સુધીમાં થયા છે. એક આરોપી અશોક ઉત્તમચંદનું અવસાન થયું છે. 3-4-14ના રોજ સિવિલમાં સારવાર દરમિયાન..

 

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda
GSTV