GSTV

નરોડામાં મોબાઈલ ટાવર ઉપર ચડેલાં યુવાનને બે કલાકની મહેનત બાદ ફાયર વિભાગેબચાવી લીધો

Last Updated on June 18, 2021 by pratik shah

શહેરના ઉત્તરઝોનના નરોડા વોર્ડમાં આવેલા ઔડાના મકાન પાસે આવેલા મોબાઈલ ટાવર ઉપર ગુરૃવારે બપોરના સુમારે એક અજાણ્યો યુવક નશાની હાલતમાં ટાવર ઉપર ચડી જતા અમદાવાદ ફાયર વિભાગને આ યુવકની સહીસલામત નીચે ઉતારતા નાકે દમ આવી ગયો હતો.આ યુવાનને નીચે ઉતારવા હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદ ફાયર વિભાગને લેવી પડી હતી.

બે કલાકની મહેનત બાદ આ યુવાનને સલામત નીચે ઉતારવામાં ફાયર વિભાગને સફળતા

બે કલાકની મહેનત બાદ આ યુવાનને સલામત નીચે ઉતારવામાં ફાયર વિભાગને સફળતા મળતા યુવાનને પોલીસને સોંપવામાં આવ્યો હતો.ફાયર વિભાગ દ્વારા આ યુવાનને નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી હતી એ જોવા લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થયા હતા.આ અંગે ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,નરોડા વોર્ડમાં આવેલા ઔડાના મકાન પાસે વોડાફોન કંપનીનો મોબાઈલ ટાવર આવેલો છે.

ગુરૃવારે બપોરના એકના સુમારે કોઈ અજાણ્યો યુવાન ટાવર ઉપર ચડી ગયો

આ ટાવર ઉપર ગુરૃવારે બપોરના એકના સુમારે કોઈ અજાણ્યો યુવાન ટાવર ઉપર ચડી ગયો હોવાનો રેસ્કયૂ કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો તાત્કાલિક ઘટના સ્થળે યુવાનને નીચે ઉતારવા પહોંચી ગયા હતા.ફાયર વિભાગ દ્વારા આ યુવાનને સહી સલામત નીચે ઉતારવાની કામગીરી શરૃ કરવામાં આવી એ સમયે લોકો મોટી સંખ્યામાં એકઠા થતા સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.યુવાનને બે કલાકની ભારે જહેમત બાદ નીચે ઉતારવામાં સફળતા મળ્યા બાદ ફાયરના અધિકારીઓએ તેને પોલીસને સોંપી દીધો હતો.આ યુવાન કોણ હતો? કયાંનો રહેવાસી છે? કયા કારણથી તે મોબાઈલ ટાવર ઉપર ચડી ગયો વગેરે બાબત પોલીસની પુછપરછ બાદ બહાર આવશે એમ ફાયરના અધિકારીનું કહેવુ હતું.

READ ALSO

Related posts

માઈક્રોસોફ્ટના વૈશ્વિક સરવેમાં ખૂલાસો, વિશ્વમાં સાઇબર હુમલાનો ભોગ બનનારાઓમાં ભારતીયો મોખરે

Damini Patel

અમદાવાદમાં રોજના 50થી વધુ લોકો બની રહ્યાં છે ઇ-ચિટિંગનો ભોગ, ફરિયાદોને ઉકેલવા પૂરતા પોલીસ સ્ટાફનો અભાવ

Dhruv Brahmbhatt

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!