GSTV
Home » News » મમ્મી મેં ઘણી વખતે કાળા જાદૂ વિશે કહ્યું હતું: નરોડામાં સામૂહિક આપઘાતમાં સુસાઈડ નોટ

મમ્મી મેં ઘણી વખતે કાળા જાદૂ વિશે કહ્યું હતું: નરોડામાં સામૂહિક આપઘાતમાં સુસાઈડ નોટ

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે. અંધશ્રદ્ધાથી કંટાળી આ પરિવારે જીવન ટૂંકાવ્યાનું સામે આવ્યું છે. આપઘાત કરતા પહેલા પરિવારે સુસાઈડ નોટમાં તેનો ઉલ્લેખ કર્યો છે.

નરોડામાં હરિદર્શન ચોકડી પાસે આવેલા અવની ફ્લેટની આ ઘટના છે. અવની ફ્લેટમાં રહેતા વેપારી પરિવારે કોઈ અગમ્ય કારણોસર સામૂહિક આપઘાત કર્યો હતો.

પત્ની અને બાળકીને ઝેર પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતકોમાં કુણાલ તેની પત્ની અને પુત્રી કવિતા ત્રિવેદી અને શ્રીની ત્રિવેદીનો સમાવેશ થાય છે.

કમલેશભાઈ કોસ્મેટિકના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે.

કાળી શક્તિઓથી પરેશાન હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. પારિવારિક ઝઘડાને કારણે ત્રાસીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. સુસાઈડ નોટમાં લખ્યું હતું કે મમ્મી તમે ક્યારેય મને સમજી ન શક્યા, મેં ઘણી વખત કાળા જાદૂ વિશે જણાવ્યું હતું પરંતુ ક્યારે તમે માન્યા નહીં અને દારૂનું કારણ બતાવ્યું. સુસાઈડ નોટમાં એ પણ લખવામાં આવ્યું છે અમે ક્યારેય આત્મહત્યા કરી ન શકીએ, પરંતુ કાળી શક્તિઓને કારણે આત્મહત્યા કરી રહ્યાં છીએ.

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!