GSTV

નરોડા કાંડ : અંતિમ સુનાવણી ન થાય ત્યાં સુધી સુપ્રીમે આપ્યા 4 વ્યક્તિને જામીન

Supreme

2002નાં નરોડા પાટિયા કાંડ મામલે ચાર આરોપીઓને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જામીન આપ્યા છે. જેમાં ચાર દોષિત પ્રકાશ રાઠોડ, ઉમેશ ભરવાડ, રાજકુમાર ચૌમલ, પરમેન્દ્ર રાજપૂત, અને હર્ષદ ઉર્ફે મુગડા જીલા ગોવિંદ છારા પરમારનો સમાવેશ થાય છે.

મંગળવારે ચાર મુખ્ય દોષિતોને જામીન આપતા કહ્યુ કે, તેમને દોષિત ગણાવવા અંગે શંકા છે. આ અંગે અંતિમ સુનાવણી ન થાય ત્યાં સુધી તેઓ જામીન પર મુક્ત રહેશે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચને લગવવામાં આવેલી આગમાં 59 કારસેવકોનાં મોત થયા હતા. જે બાદ ભડકેલી હિંસામાં અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં આશરે 90 લોકોનાં મૃત્યુ થયા હતાં.

આ મામલે સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે મંગળવારે ચાર મુખ્ય દોષિતોને જામીન આપી જણાવ્યું હતું કે,તેમને દોષિત ગણાવવા અંગે શંકા છે. આ અંગે અંતિમ સુનાવણી ન થાય ત્યાં સુધી તેઓ જામીન પર મુક્ત રહેશે.

આ કેસમાં હજુ ચર્ચાની શક્યતા હોવાથી જામીન આપ્યાં છે. આ તમામ દોષિતોને આઈપીસીની કલમ 436 (ઘરને નષ્ટ કરવાનાં ઇરાદાથી આગ લગાવવી કે વિસ્ફોટ કરવો) અંતર્ગત દોષિત ગણાવ્યાં હતાં.

Read Also

Related posts

સુશાંતસિંહ રાજપૂત બાદ મુંબઇમાં ભોજપૂરી ફિલ્મોના અભિનેતાએ આત્મ હત્યા કરી, પરિવારને હત્યાની આશંકા

Mansi Patel

રેપ કેસમાં અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે મોકલ્યું સમન્સ, કાલે 11 વાગે થશે પૂછપરછ

pratik shah

Bigg Boss 14: બિગ બૉસ હાઉસમાં થશે રાધે માની એન્ટ્રી? સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!