GSTV
Home » News » બીજી ઇનિંગમાં પણ ચાલું રહેશે ‘મન કી બાત’, PM મોદીએ લોકો પાસેથી મંગાવ્યા સૂચનો

બીજી ઇનિંગમાં પણ ચાલું રહેશે ‘મન કી બાત’, PM મોદીએ લોકો પાસેથી મંગાવ્યા સૂચનો

2014માં વડાપ્રધાન બન્યા પછી ભાજપનાં નેતા નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. દર મહિને રેડિયો પર થતી મનકી બાત પર સમગ્ર દેશનાં લોકો જોડાયે છે. ત્યારે બીજી વખત સરકાર બનાવ્યા પછી પણ આ કાર્યક્રમ ચાલું રહેશે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની બીજી ઈનિંગમાં પણ રેડિયો પર પોતાનો કાર્યક્રમ ‘મન કી બાત’ ચાલુ રાખવાનુ નિર્ણય કર્યો છે.

‘મન કી બાત’ની શરૂઆત ટુંક સમયમાં જ કરવામાં આવશે. જેનાં ભાગરૂપે પીએમ મોદી 30 જૂને ફરી એક વખત રેડિયો પર લોકો સાથે સંવાદ કરશે. આ માટેની જાણકારી ખુદ પીએમ મોદીએ શેર કરીને જણાવી છે કે, 30 જૂને સવારે 11 વાગ્યે આપણે ફરી એક વખત મળીશું. રેડિયોનો આભાર મને વિશ્વાસ છે કે તમારી પાસે પણ મારી સાથે શેર કરવા માટે ઘણા વિચારો હશે.

પીએમ મોદીએ લોકોને પોતાના સૂચનો NaMo એપ પર મોકલી આપવા માટે અપીલ કરી છે. આ મહિને સૂચનો મોકલવા માટે લોકો 1800117800 પર મેસેજ રેકોર્ડ કરી શકે છે.

સૂત્રોનુ કહેવુ છે કે, પીએમ મોદીએ લોકો પાસેથી અલગ અલગ બાબતો પર સૂચનો મંગાવ્યા છે. આ પહેલા 24 ફેબ્રુઆરીએ ‘મન કી બાત કાર્યક્રમ’નુ પ્રસારણ થયુ હતુ. એ પછી ચૂંટણીની આચાર સંહિતાના કારણે મોદીએ ચૂંટણી પછી લોકોને રેડિયો પર વાત કરવાનો વાયદો કર્યો હતો.

READ ALSO

Related posts

પશ્ચિમ બંગાળમાં મંદિરમાં ધક્કામુક્કીથી ચારના મોત, 27 ઘાયલ

Mayur

Viral Video: એવી જગ્યાએ આવીને ચોંટી ગઇ ઢગલાબંધ મધમાખીઓ, યુવકને યાદ આવી ગઇ નાની

Bansari

સરહદે પાક.નો મોર્ટારમારો : જવાન શહીદ, સપ્તાહમાં ચાર ભારતીયોના મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!