ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં સૌની યોજના હેઠળ નર્મદાના નવા નીરની આવક

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર આવી પહોંચ્યા. સીએમના હસ્તે પાણીના વધામણા થાય તે પૂર્વે ટેસ્ટીંગ માટે 300 કયુસેક પાણી છોડવામાં આવ્યું. જે શેત્રુંજી નદીમાં આવી પહોંચતા ભાવનગરના સાંસદ તેમજ પાલીતાણા ધારાસભ્ય સહિતના આગેવાનોએ નર્મદા નીરના વધામણા કર્યા. સીએમ બીમાર પડતાં તેઓ હાજર રહી શક્યા નહીં. લગભગ ૧૫૦ કિમી લાંબી પાઈપ લાઈન મારફતે અને પમ્પીંગ કરીને પાણીને ભાવનગરની શેત્રુજી નદીમાં પહોચાડવામાં આવ્યું છે. શેત્રુજી ડેમનો સૌની યોજનામાં ફેઝ-૨ માં સમાવેશ કર્યા બાદ છેલ્લા ઘણા મહિનાથી પાઈપલાઈન નાખવાનું કામ કરાયું હતું. આ યોજના હેઠળ ભાવનગર અને બોટાદ જીલ્લાના રંઘોળા, માલપરા, સુખભાદર, કાળુભાર શેત્રુજી ડેમ સહિતના ડેમોમાં પાણી લાવવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter