GSTV
Home » News » મધ્યપ્રદેશમાં કોમ્પ્યુટર બાબાએ આંદોલન ૫રત ખેંચ્યુ, ૫ણ PMOની અરજી યથાવત

મધ્યપ્રદેશમાં કોમ્પ્યુટર બાબાએ આંદોલન ૫રત ખેંચ્યુ, ૫ણ PMOની અરજી યથાવત

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોમ્પ્યૂટર બાબા સહિત પાંચ બાબાઓને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો છે. રાજ્યમંત્રીનો દરજ્જો મળતા કોમ્પ્યુટર બાબાએ નર્મદા યાત્રા આંદોલનને ખેચ્યુ હતુ. પરંતુ તેમણે નર્મદા યાત્રા ગોટાળા અંગે પીએમઓમાં કરેલી અરજીને પરત ખેચી નથી. આ અરજી 26 ફેબ્રુઆરી, 2018ના રોજ કરવામાં આવી હતી. આ મામલે પીએમઓ દ્વારા મધ્યપ્રદેશ સરકાર પાસે એક રિપોર્ટ માગ્યો છે. કોમ્પ્યુટર બાબાએ મધ્યપ્રદેશની શિવરાજસિંહની સરકાર પર નર્મદા બચવો કાર્યક્રમ દરમ્યાન કરોડો રૂપિયાનો ગોટાળો થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. મહત્વનું છે કે, કોમ્પ્યુટર બાબા નર્મદા સેવા યાત્રાના સખત વિરોધ કરતા આવ્યા છે. તેમણે 6 કરોડ વૃક્ષારોપણના દાવા સામે સરકાર વિરૂદ્ધ મોરચો પણ ખોલ્યો હતો.

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!