GSTV
Narmada ગુજરાત ટોપ સ્ટોરી

મલાઈ ખાવી ભારે પડી / નાંદોદના નરખડી ગામના મહિલા તલાટી  એક લાખની લાંચ લેતા ઝડપાયા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામના મહિલા તલાટી અને ખાનગી વ્યક્તિ આંગડિયા મારફતે રૂ.એક લાખની લાંચ લેતા ACBના હાથે રંગે હાથ ઝડપાયા છે.  ફરીયાદી જાગૃત નાગરિકની નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે. જે જમીનની દેખરેખ અને જમીન લગત અન્ય કામગીરી ફરીયાદી સંભાળે છે. 

તલાટી નિતાબેન મોકમભાઇ પટેલ

આ ખેતીની જમીનમાં ખેતીને લગત બીયારણ,ખાતર વિગેરે સામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવેલ, જેમાં વિજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરી હતી. જે કાર્યવાહી કરવાના અવેજ પેટે નિતાબેન મોકમભાઇ પટેલ, તલાટી, નરખડી ગ્રામ પંચાયતે ફરીયાદી તથા સાહેદ પાસે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલ.

લાંચની રકમ આંગડીયા મારફતે ગાંધીનગર ખાતે મહેશભાઇ અમૃતભાઇ આહજોલીયા, (ખાનગી વ્યક્તિ)ને આપવા જણાવેલ પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા ફરીયાદી સાથે આરોપી મહિલા તલાટીએ અને સાહેદ સાથે ખાનગી વ્યક્તિએ મોબાઇલ ફોન ઉપર હેતુલક્ષી વાતચીત કરી હતી.

મહેશભાઇ અમૃતભાઇ આહજોલીયા (ખાનગી વ્યક્તિ)

 સુરતથી આંગડીયા મારફતે મોકલાવેલ રૂપિયા એક લાખની લાંચની રકમ ગાંધીનગર આંગડીયાની ઓફિસ ખાતેથી ખાનગી વ્યક્તિએ તેમના ઓળખીતા બે વ્યક્તિઓ દ્વારા સ્વીકારતા લાંચના છટકાની કાર્યવાહી દરમ્યાન મહિલા તલાટી અને ખાનગી વ્યક્તિને ACB ડીટેઇન કરી આગળની કાર્યવાહી  હાથ ધરી છે.

આ સમગ્ર ઓપરેશનમાં ટ્રેપીંગ અધિકારીમાં શ્રીમતી એ.કે.ચૌહાણ,પોલીસ ઇન્સપેકટર, ફિલ્ડ, એસીબી સુરત એકમ, સુરત તથા સ્ટાફ તથા સુપર વિઝન અધિકારીમાં એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક,એસીબી સુરત એકમ નાઓએ સફળતા મેળવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

અંદરની વાતઃ ભૂદેવની કમિટેડ વોટબેન્ક જાળવવાનો પડકાર ભાજપ આ રીતે પાર પાડશે

Damini Patel

પીએમ મોદી અયોધ્યામાં ‘લતા મંગેશકર ચોક’નું કરશે ઉદ્ઘાટન, મુખ્ય ચોક પર 14 ટન અને 40 ફૂટની વીણાની પ્રતિમા કરાઈ છે સ્થાપિત

pratikshah

રાજ્યના બિલ્ડર્સ અને ડેવલોપર્સને બખ્ખાં જ બખ્ખા! રાજ્ય સરકારે GDCRના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા, જાણો શું થશે ફાયદો

pratikshah
GSTV