GSTV

ભરૂચ ખાતે નર્મદાના નીરમાં નોંધપાત્ર થઈ આવક, ગોલ્ડન બ્રિજ ઉપર નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી

Last Updated on August 9, 2019 by Mansi Patel

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતા ભરૂચ ખાતે નર્મદાના નીરમાં નોંધપાત્ર આવક થઈ છે. અને ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક સપાટી વટાવીને વહી રહી છે. ગોલ્ડન બ્રિજ પાસે ભયજનક સપાટી 22 ફૂટ છે.

અને જળસપાટી 25 ફૂટ ઉપરથી વહી રહ્યું છે.  જેથી તંત્ર પાણીની સપાટી પર નજર રાખી રહ્યું છે. સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્રએ કવાયત શરૂ કરી છે. નર્મદા નદીના પટમાં રહેતા ઝૂંપડાવાસીઓને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ થઈ છે.

અને તે માટે નગર પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓ ઝુંપડપટ્ટી વિસ્તારમાં પહોંચ્યા હતા.  ભરૂચ ના વેજલપુર,કસક સહીતના નર્મદા તટના વિસ્તારોમાં પણ સંભવિત પૂરની સ્થિતિ સામે સતર્ક રહી જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

READ ALSO

Related posts

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari

યુએન રિપોર્ટ / આતંકવાદીઓમા સ્વર્ગ બની રહ્યું છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન માટે પણ બની શકે છે માથાનો દુ:ખાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!