GSTV

નર્મદા નીરનો વિવાદ વકરતા મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને

નર્મદા નીરનો વિવાદ વકર્યો છે અને મધ્યપ્રદેશ સરકારે પાણી ન આપવાની ચીમકી ઉચ્ચારી છે.જેના પર રાજ્ય સરકાર તરફથી કહેવાયુ છે કે, માત્ર નિવેદન બાજીથી કામ ન ચાલે.કેટલુ પાણી મધ્યપ્રદેશ કે ગુજરાતે છોડવુ તે નક્કી કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે નથી.એનસીએના નિયમ હેઠલ પાણી છોડવાનું હોય છે. સરકારે નર્મદા વિભાગ પાસે ડેમની હાલની સ્થિતિ અંગે જવાબ મંગાવ્યો છે.એમપી સરકારના નિવેદન અંગે પણ સ્થાનિક સ્થિતિને લઈને રિપોર્ટ મંગાવ્યો હોવાનું સુત્રો કહી રહ્યા છે.

શા માટે વિવાદ વકર્યો ?

ઉલ્લેખનિય છે કે, મધ્ય પ્રદેશ સરકારે ગુજરાતને પાણી નહીં આપવાની ચીમકી આપતા વિવાદ વકર્યો છે.બીજીતરફ મધ્યપ્રદેશના સીએમ કમલનાથે કહ્યુ છે કે, મધ્યપ્રદેશ ગુજરાતને અન્યાય કરી રહ્યુ નથી. નર્મદાનુ પાણી મધ્ય પ્રદેશને યોગ્ય હિસ્સામાં ન મળવા મામલે સરદાર સરોવર જળાશય વિભાગની બેઠકમાં વિવાદ થયો હતો.ભોપાલથી આવેલા રાજીવ સુકલીકર અને નિરજ વ્યાસે બેઠકમાં સામેલ થયા હતા.જોકે સરદાર સરોવળ જળ વહેચણી સમિતિએ મધ્ય પ્રદેશના હિતોની વાત ન થતા તેઓએ બેઠક છોડી હતી.અને બાદમાં મધ્ય પ્રદેશ સરકારે  ગુજરાતને પાણી ન આપવાની ચીમકી ઉચ્ચારી છે.તેઓએ આક્ષેપ પણ લગાવ્યો કે મધ્ય પ્રદેશ સાથે અન્યાય થઈ રહ્યો છે.

મધ્યપ્રદેશ સરકારનું આરોપનામું

મધ્ય પ્રદેશ સરકારને આક્ષેપ લગાવ્યો છે કે ગુજરાત સરકાર ડેમમાંથી પાણી છોડતી નથી.જેના કારણે મધ્ય પ્રદેશના 20 ગામોમાં પાણી ભરાય તેવી આશંકા છે.એમપી સરકારના પ્રધાન સુરેન્દ્રસિંહ બઘેલના મતે હાઈડલ પાવર પ્લાન્ટ ન ચલાવવાના કારણે મધ્ય પ્રદેશને મળનારી 57 ટકા વીજળી રાજ્યને મળતી નથી.આ મામલે કમલનાથ સરકારે ગુજરાત અને કેન્દ્ર સરકારને પત્ર લખીને વાંધો પણ વ્યક્ત કર્યો.અને પાણી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી.

Read Also

Related posts

રાજ્યમાં સૌથી નાની ઉંમરના કોરોના પોઝિટીવનું મોત, જામનગરના 14 માસના બાળકનું મોત

Pravin Makwana

અમદાવાદના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો, તમામ દરવાજા પર થશે લોકોનું સ્ક્રિનીંગ

Pravin Makwana

સુરતમાં કોરોનાના વધુ 2 દર્દીઓના મોત, જિલ્લામાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 22

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!