GSTV
Home » News » નર્મદાનું પાણી દૂષિત?, આરટીઆઈ એક્ટિવિસ્ટ-સામાજીક આગેવાનોનો ચોંકાવનારો ખુલાસો

નર્મદાનું પાણી દૂષિત?, આરટીઆઈ એક્ટિવિસ્ટ-સામાજીક આગેવાનોનો ચોંકાવનારો ખુલાસો

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લોકોને દુષિત પાણી પિવડાવવામાં આવી રહ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો આરટીઆઈ એક્ટીવિસ્ટ તેમજ સામાજીક આગેવાનોએ કર્યો છે. પર્યાવરણ મિત્રના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજીને આ અંગે ઘટસ્ફોટ કર્યો હતો.

ગુજરાત સરકાર રાજ્યભરમાં નર્મદાનુ પાણી આપે છે. આ પાણીનો ઉપયોગ રાજ્યભરના 65 ટકાથી વધુ લોકો કરી રહ્યા છે. પરંતુ આ પાણી ગંદુ છે પીવાલાયક નથી તેવો દાવો કરાયો છે. નર્મદાનુ પાણી દૂષિત થયાની જાણકારી જ્યારે નર્મદાનું પાણી કાળુ થયું ત્યારે થઇ હતી. ગુજરાત પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા બોર્ડના વાર્ષિક અહેવાલમાં આ અંગે જણાવાયું હતું કે આ પાણીમાં એક લીટરે ટીડીએસની માત્રા 500 મિલીગ્રામ હોવુ જોઈએ.

પીવાના પાણીની શુદ્ધતા અંગે જે 13 ધોરણો નક્કી કરાયેલા છે, તેમાંથી 10 ધોરણો ગુજરાત સરકાર નીચે લાવી છે અને ગુજરાતના ચાર કરોડ લોકોને પ્રદૂષિત પાણી પીવા ફરજ પાડે છે. સરકારની જળ ગુણવત્તા સમીક્ષા સમિતિ છે કે જે 2003-11 દરમ્યાન માત્ર 6 વખત મળી હતી.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના હિસાબોમાં 2017-18માં જ રૂ. 855 કરોડના ગોટાળા છે એમ ઓડિટ અહેવાલ કહે છે. નિયત ધોરણો મુજબ હિસાબો રાખવામાં આવતા નથી. પરંતુ રાજ્ય સરકારે વૈકલ્પિક સ્ત્રોતની ગેરહાજરીમાં 2000 ટીડીએસ કરી નાખ્યુ છે અને પીવાના પાણીના 13 ધોરણોમાંથી ઘટાડીને 10 ધોરણો સરકારએ કરી નાખ્યા છે, જેનાથી જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ શકે છે અને ગંભીર બીમારી પણ થઇ શકે છે તેવો ભય વ્યક્ત કરાયો છે.

READ ALSO

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar