GSTV

નર્મદા ડેમ/ CM રૂપાણી નર્મદાના નીરના કરશે વધામણાં, સરદાર સરોવર ડેમ છલકાયો

નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થયો છે. જસ મોદીના જન્મદિવસને લઈને ડેમને સંપૂર્ણ ભરવામાં આવ્યો છે. આજે મુખ્યમંત્રી તેના વધામણાં કરશે. ગુજરાત વાસીઓ માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે આજે રાજ્યની જીવાદોરી કહેવાતો સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થઈ ગયો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે તેમને ખાસ ભેટ મળી છે. ડેમ ઓવરફ્લો થતાં આજે ખાસ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની ઓફિસથી ખાસ પૂજા કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની ઓફિસથી ખાસ પૂજા કરશે

ઈતિહાસમાં પ્રથમ વખત નર્મદા ડેમ 138.68 મીટરની સપાટીએ પહોંચ્યો છે. નરેન્દ્ર મોદી અને નર્મદા ડેમનો જૂનો નાતો છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી અને આ મંજૂરીને કારણે જ ડેમ તેની મહત્તમ કેપિસિટીએ ભરાયો છે. ડેમ ભરાઈ જતા હવે રાજ્યમાં જળસંકટની સમસ્યા નહીં સર્જાય.

ઉપરવાસમાંથી નવા નીરની આવક થતા નર્મદા ડેમ છલોછલ ભરાયો છે. ડેમની જળસપાટી

138.68 મીટરે પહોંચી.. ત્યારે ડેમમાંથી ત્રણ દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યુ. ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતા અહલાદક દ્રશ્યો સર્જાયા.. ડેમમાંથી પાણીનો પ્રવાહ વધતા રિવરબેડ પાવર હાઉસના શરૂ કરી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. ત્યારે નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની ટીમોને ડેમ પર સ્ટેન્ડબાય રાખી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

જીએસટી વળતરના રૂપિયા મોદી સરકારે બીજે વાપરી દીધા, કોરોનાનું બહાનું કાઢતી સરકારની ખૂલી પોલ

Mansi Patel

દીપિકાનું ડ્રગ્સકાંડમાં નામ આવતા બોલિવૂડમાં ફફડાટ : 600 કરોડ રૂપિયા લાગ્યા દાવ પર

Bansari

ધોનીનો ગેમપ્લાન ફેલ : દિલ્હી બીજી મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે, CSK 44 રને હાર્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!