GSTV
Home » News » મોદી પણ બેઠા છે 51 કલાકના ઉપવાસ પર, એમ જ નથી ગુજરાત માટે આવી આ ગર્વની પળ

મોદી પણ બેઠા છે 51 કલાકના ઉપવાસ પર, એમ જ નથી ગુજરાત માટે આવી આ ગર્વની પળ

નમામી દેવી નર્મદે.. નર્મદે સર્વદે.. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. દેશની આઝાદી પહેલા લોખંડી પુરૂષ સરદાર પટેલે જોયેલુ નર્મદા યોજનાનો હેતુ સાકાર થયો. વર્ષો અને દાયકાઓ સુધી ચાલેલું કામકાજ.. અનેક વિરોધ અને આંદોલન બાદ નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. નર્મદાના નામે વર્ષો સુધી રાજકારણીઓએ ખોબલેને ખોબલે મત માંગ્યા છે. ગુજરાતને પાણી પાણી કરી દેવાના લોભામણા વચનો સાંભળી જનતાએ મતોથી ઝોળી ભરી દીધી છે. નર્મદા ડેમ પર આજે જોઇએ વિશેષ રજૂઆત

ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી સુધી પહોંચી ગયો છે. પાંચમી એપ્રિલ 1961ના રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે નવા ગામ ખાતે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ યોજનાના ખાતમુર્હુત થયે 57 વર્ષ પુરા થઇ ગયા છે. 1947 માં નર્મદા યોજનાનું મોજણી અને સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતુ. નવાગામ ખાતે બંધ બાંધવા માટે પ્રથમ રજુઆત લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે કરી હતી.

 • નર્મદા યોજનાનો વિચાર સરદાર વલ્લભભાઈ પટેલને આવ્યો
 • મુંબઈના પારસી ઈજનેર જમશેદજી એમ વાચ્છાએ તેને સાકાર કયાર્ે
 • ૫ એપ્રિલ, ૧૯૬૧ના રોજ તત્કાલીન પીએમ જવાહરલાલ નેહરૂના હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત થયું
 • વર્ષ ૧૯૮૭માં યોજનાનું કામ શરૂ થયું
 • વર્ષ ૧૯૯૪માં નર્મદા બચાવો આંદોલન શરૂ થયું
 • મેધા પાટકર, બાબા આમ્ટે, અરૂંધતી રોયે પુનઃવસન, પર્યાવરણના મામલે સુપ્રીમમાં પીટીશન કરી
 • વર્ષ ૧૯૯૫માં ૮૦.૩ મીટરે નર્મદા બંધનું કામ અટGયું
 • ૪ વર્ષ સુધી ડેમનું કામકાજ અધુરું રહ્યું
 • વર્ષ ૨૦૦૦માં નર્મદા ડેમની ઉંચાઈ વધીને ૮૫ મીટર થઈ
 • વર્ષ ૨૦૦૧, ૨૦૦૨માં બંધની ઉંચાઈ વધુ પાંચ-પાંચ મીટર વધારવાની મંજૂરી મળી
 • વર્ષ ૨૦૦૨માં ડેમની ઉંચાઈ ૯૫ મીટરે પહાંચી
 • વર્ષ ૨૦૦૩માં ડેમની હાઈટ ૧૦૦ મીટર થઈ
 • વર્ષ ૨૦૦૬માં ૧૨૧.૯૨ મીટરે બંધનું કામ અટGયું
 • દરવાજા લગાવવાની પરમિશન ન મળતા ઉપવાસ આંદોલન
 • વર્ષ ૨૦૦૬માં ગાંધીનગરમાં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી ૫૧ કલાકના ઉપવાસ પર બેઠા
 • વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૪ સુધી ડેમની કામગીરી ખોરંભે પડી
 • ઉંચાઈ ન વધવાથી ડેમનું પાણી દરિયામાં વહી ગયું
 • જૂન ૨૦૧૪, પીએમ નરેન્દ્ર મોદીએ ડેમની ઉંચાઈ વધારવા મંજૂરી આપી
 • નર્મદા ડેમની ઉંચાઈ ૧૩૮.૩૯ મીટરે લઈ જવા મંજૂરી મળી

ભારે વિવાદોનો સામનો કરી ચુકેલી બહુહેતુક સરદાર સરોવર નર્મદા યોજના કદાચ દુનિયાની એક માત્ર  એવી યોજના છે કે જે 70-70 વર્ષે પૂર્ણ થઇ છે. વર્ષ 1946થી નર્મદા યોજનાના સર્વે બાદ વર્ષ 2017માં આ યોજનાનું લોકાર્પણ થયું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનો વિચાર  લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને આવ્યો હતો અને મુંબઈના જમશેદજી એમ.વાચ્છા નામના પારસી ઇજનેરે આ વિચારને સાકાર કર્યો હતો. પરંતુ 1946માં આઝાદી પહેલા આવેલા વિચાર 15 વર્ષ બાદ એટલે કે પાંચમી એપ્રિલે 1961ના રોજ સાકાર થયો. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે આ યોજનાનું ખાતમુર્હુત થયું. ખાતમૂર્હુત બાદ બંધનું કામકાજ અનેક અંતરાયોને પાર કરતા વર્ષ 1987માં શરૂ થયુ. પરંતુ વર્ષ 1994માં નર્મદા બચાવો આંદોલનના પ્રણેતા મેધા પાટકરની આગેવાનીમાં મા બાબા આમ્ટે, અરુંધતી રોય જેવા લોકોએ પુન:વર્સન અને પર્યાવરણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી. જેના કારણે 1995 માં 80.3 મીટરે કામ અટકયું.. અને 4 વર્ષ સુધી ડેમનું કામકાજ અધુરૂ રહ્યુ.

2003માં વધુ 5 મીટરની પરમીશન મળતા ડેમે સેન્ચુરી મારી

વર્ષ 1995 માં 80.3 મીટરે કામ અટકયું. જેમ તેમ કરી નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ બંધની હાઈટ પાંચ મીટર વધારવાની મંજુરી આપતા 2000 ની સાલમાં ડેમ 85 મીટરનો થયો. વર્ષ 2001 અને 2002 માં તબકકા વાર  વધુ પાંચ-પાંચ મીટરની મંજુરી મળતા 2002 માં ડેમ 95 મીટરે પહોંચ્યો. 2003માં વધુ 5 મીટરની પરમીશન મળતા ડેમે સેન્ચુરી મારી અને હાઈટ 100 મીટર થઈ. પરંતુ 2006 ની 31 ડીસેમ્બરે ડેમનું કામ 121.92 મીટરે અટક્યું. આ સમયે કોન્ક્રીટ કામ તો પૂર્ણ થયું પણ દરવાજા લગાવવાની પરમીશન ન મળી. એટલે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી 2006માં ગાંધીનગરમાં 51 કલાકના ઉપવાસ પર બેઠા હતા. જે બાદ 2006 થી 2014 સુધી ડેમની કામગીરી ખોરંભે પડી અને ઉંચાઇના વધવાને કારણે ઓવરફ્લોનું પાણી દરીયામાં વહી ગયુ હતુ.  જોકે 26 મે 2014ના રોજ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળનાર નરેન્દ્ર મોદીએ સૌથી પહેલુ કોઇ કાર્ય કર્યુ હોય તો તે નર્મદાની ઉંચાઇ વધારવાનું. માત્ર 26 દિવસના ટૂંકા ગાળામાં 12 જૂન 2014ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ  ડેમની ઉંચાઇ 138.39 મીટરની આખરી ઉંચાઇ સુધી લઈ જવા માટે પરવાનગી આપી હતી અને ડેમ પર દરવાજા બેસાડવાનું કામ શરૂ થયું. ત્યારથી રાતદિવસ ડેમના દરવાજા લગાવવાનું કામ ચાલ્યું. જે 17 જૂન 2017 માં પૂર્ણ થયું. એજ દિવસે દરવાજા બંધ કરવાની પરમિશન પણ નર્મદા કન્ટ્રોલ ઑથોરિટી દ્વારા અપાતા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે ડેમ પર આવી ડેમના દરવાજા બંધ કર્યા અને નર્મદા બંધની પાણી સંગ્રહ કરવાની શક્તિ વધી..

Related posts

અમદાવાદનો ટ્રાફિકથી ધમધમતો આ બ્રિજ દિવાળી બાદ 20 દિવસ રહેશે બંધ

Nilesh Jethva

ઓ બાપ રે! વાહનચાલક ગાડી વેચશે તો પણ નહીં ભરી શકે દંડ, એક વ્યક્તિને 2.50 લાખનો દંડ

Arohi

ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કદાવર નેતા કેસરિયો ખેસ પહેરશે, ટિકિટની વહેંચણી કોંગ્રેસને નડી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!