અદ્ભૂતઃ 182 મીટરથી પણ વધુ ઊંચાઈએથી જોઈ લો વિશ્વની ‘સરદાર’ પ્રતિમાનો ડ્રોન વ્યૂ

સરદાર વલ્લભાઇ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પુર્ણતાને આરે છે ત્યારે સરદારની પ્રતિમા કેટલી વિરાટ લાગે છે તે જીએસટીવી તમને બતાવી રહ્યું છે. ડ્રોન કેમેરાથી લેવાયેલા આ દ્રશ્યો ખુબ અદભૂત લાગે છે. 182 મીટર કરતા પણ વધુ ઉંચાઈએથી ડ્રોન કેમેરામાં લેવાયેલા દ્રશ્યોમાં સરદારની પ્રતિમા અને તેની આસપાસનો નજારો જોઈ શકાય છે. સરદારની વિશાળકાય  પ્રતિમાના 552 જેટલા અલગ અલગ ભાગોને વાઘડિયા  ગોડાઉનથી સાધુ ટેકરી સુધી લાવી તેને જોડી પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. વિશ્વની સૌથી ઉંચી આ પ્રતિમાનું ફાઈનલ ટચઅપનું કામ મહિનાના અંત પહેલા પુરુ કરી દેવાશે અને 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિમાનું લોકાર્પણ કરશે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter