GSTV
Narmada ગુજરાત ટોપ સ્ટોરી

પૂરની સ્થિતિ/ નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદમાં રાત્રે વાગ્યુ સાયરન, ફફડીને લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા

નર્મદા

ભારે વરસાદના કારણે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના કારણે ડભોઇના તીર્થક્ષેત્ર ચાંદોદના મલ્હારરાવ ઘાટના 93 પગથિયાં પાણીમાં ગરકાવ થયા. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ચાંદોદમાં પૂર આવ્યુ છે. નર્મદા ડેમમાંથી 5 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેથી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી તાલુકાના ચાંદોદ, નંદેરીયા, ભીમપુરા અને કરનાળી ગામને એલર્ટ કરાયા છે. મોડી રાત્રે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. નર્મદા નદીમાં પૂર આવે ત્યારે ડભોઇ તાલુકાના ચાંદોદ ગામના લોકોને એલર્ટ કરવા માટે સાયરન વગાડવામાં આવે છે, ત્યારે મોડી રાત્રે 10 વાગે એકાએક સાયરન ગુંજી ઉઠતા ચાંદોદવાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. કેટલાક નિંદ્રાધિન લોકો પથારીમાંથી સફાળા બેઠા થઇ ગયા હતા. જોકે, તંત્ર દ્વારા નદીના પાણીના લેવલ અંગે ખુલાસો કરવામાં આવતા ચાંદોદવાસીઓએ રાહત અનુભવી હતી.

નર્મદા

પાણી છોડવામાં આવતા નદીમાં પૂરની સ્થિતી

જણાવી દઇએ કે સવારે 11 કલાકે નર્મદા નદીમાં 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીમાં પૂરની સ્થિતી સર્જાતા ડભોઇના 3, શિનોરના 11 અને કરજણ તાલુકાના 11 નદી કાંઠાના ગામો મળી કુલ 25 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદા નદીમાં પૂરની સ્થિતી સર્જાતા નદી કાંઠાના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.

નર્મદા

નર્મદા ડેમના ૨૩ દરવાજા ૩.૨૫ મીટર સુધી ખોલીનેે૫ લાખ ક્યુસેક પાણી તથા જળવિદ્યુત મથકમાંથી૪૫ હજાર ક્યુસેક પાણી સહિત કુલ૫.૪૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવતાં નર્મદા કાંઠાના વિસ્તારમાં પણ સપાટી વધી રહી છે. નર્મદાના ગરૃડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાને એલર્ટ કરવામાં આવ્યા છે. ગરૃડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, મોટા વાંસલા, ઇન્દ્રવર્ણા અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના રેંગણ અને વાંસલા તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ (રામપુરા), ગુવાર, રૃંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીમાં અવરજવર ન કરવા તથા પશુઓની અવરજવર ન થાય તે માટે સાવચેત કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસતંત્ર દ્વારા વાંસલા-ઇન્દ્રવર્ણા ડેમસાઈટ કિનારા, દત્તમંદિર ઓવારા ઓવરફ્લો હોઈ, સ્મશાન ઘાટ જવાના રસ્તેબેરીકેટ રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Read Also

Related posts

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

Hemal Vegda

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah
GSTV