ઝઘડિયા તાલુકાના વીસ જેટલા ગામોમાં નર્મદા નદીના પાણી ફરી વળતા વિનાશ વેર્યો છે. સરદાર સરોવર ડેમમાંથી ગત સપ્તાહે લાખો કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેને પગલે નર્મદા નદીમાં ઘોડાપુર આવ્યું હતું જેના પાણી ઝઘડિયાના નદી કાંઠાના ૨૦ ગામોમાં ફરી વળ્યા હતા.જેના લીધે ગામો જળબંબાકાર બન્યા હતા.
ખેડૂતોએ સરકાર સમક્ષ કરી આ માગ
રોડ રસ્તા સહિત ખેતરોમાં કેડસમાં પાણી ભરાયા હતા. જેથી કેળ, શેરડી અને કપાસ સહિતના પાકને વ્યાપક નુકસાન થયું. જેના લીધે જગતના તાતને ભારે નુકસાન પહોંચ્યું. આથી ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનીનો સર્વે કરી સહાયની માંગ કરી છે.


મહત્વપૂર્ણ બાબત છે કે આટલી કપરી પરિસ્થિતિમાં પણ તંત્ર મદદે આવ્યું નથી કે ના તો સત્તાપક્ષ કે વિપક્ષના કોઈ નેતા ખેડૂતોની વ્હારે આવ્યા છે. જેને પગલે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
Read Also
- ફ્રેંકલિન ટેમ્પલટન મ્યૂચ્યુઅલ ફંડની બંધ 6 યોજનાઓમાંથી 13,789 કરોડ રૂપિયા મળ્યા
- કાળા નાણાં વિરૂદ્ધ સરકારનો એક્શન પ્લાન, હવે આપ પણ આ રીતે કરી શકશો ફરિયાદ
- AMC ચૂંટણીની ચાર દિવસમાં થઈ શકે છે જાહેરાત, જાહેરનામું બહાર પડતાં જ મેયરપદ અનામત છે કે નહીં તે સ્પષ્ટ થશે
- બર્ડ ફલૂને લઈને તંત્ર એલર્ટ, એલ જી હોસ્પિટલ ખાતે બર્ડ ફલૂ વોર્ડ બનાવવામાં આવ્યો
- જ્યોતિષ ઉપાય/ સવારે ઉઠીને સૌથી પહેલા કરો આ નાનકડુ કામ, પલટાઇ જશે તમારી રૂઠેલી કિસ્મત