ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. જેને લઈ તંત્ર દ્વારા 26 મે થી તમામ ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ભરૂચની નર્મદા નદી ઉપર ગોલ્ડનબ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજનું ગત વર્ષે અષાઢી બીજથી લોકાર્પણ કરાયું હતું. હજી બ્રિજ કાર્યરત થયાને એક વર્ષ પણ થયો નથી ત્યાં 450 કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજ ઉપર ભારે વાહનોના લીધે અકસ્માતોની વણઝાર સર્જાતી રહી છે. જેથી નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો ટાળવા નાયબ દંડક અને ભરુચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણૅશ મોદીને રજુઆત કરી હતી જેના પગલે નર્મદા મૈયા બ્રિજ ઉપર જે ભારે વાહનો જતા હતા અને અકસ્માતો સર્જાતા હતા જેનું સુખદ નિવારણ આવ્યું છે તેમ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ શનિવારે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રાયોગિક ધોરણે 26 મેથી 9 મી જૂન એમ 15 દિવસ સુધી નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધની મુદ્દત વધારવામાં આવશે. બ્રિજની બન્ને તરફ ભારે વાહનો ન પ્રવેશે તે માટે એન્ગલો પણ લગાડવામાં આવનાર છે. એસ.ટી.બસની અવર જવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ ભરુચ શહેરની ટ્રાફિક સમસ્યા અને અકસ્માત પર લગામ લાગશે તેમ માનવામાં આવી રહ્યું છે.
READ ALSO:
- PM નરેન્દ્ર મોદી ૪થી જુલાઇએ ગુજરાતની મુલાકાતે, રાજ્યના CM ઉપરાંત કેન્દ્ર સરકારના બે મંત્રીઓ રહેશે હાજર
- વિકાસ/ ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ નેશનલ હાઇવે બનાવશે મોદી સરકાર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીં બનશે નવા ફ્લાય ઓવર
- રૂપિયો તૂટ્યો! ડોલરની સામે 78.96ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો, શું મહામંદીના ગ્રહણનાં એંધાણ?
- મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલે લીધો નવો વળાંક, ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવાનો આદેશ,
- શિંદેએ બાગી ધારાસભ્યો સાથે કામાખ્યા મંદિરના કર્યા દર્શન, મુંબઈ થોડાક સમયમાં પહોંચશે!