GSTV

ગોલ્ડન બ્રિજ પર ભયજનક સપાટીએ પહોંચશે નર્મદા, 50 ગામોને એલર્ટ પર મૂકાયા

Last Updated on August 9, 2019 by Mansi Patel

સતત વરસાદને પગલે જળાશયો છલકાય રહ્યાં છે. ત્યારે ભરૂચ ખાતેના ગોલ્ડન બ્રિજ પર નર્મદાની સપાટી 28 ફુટને પાર પહોંચી ગઈ છે. પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સપાટી વધીને 29 ફુટ પર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તો બીજી તરફ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. ગોલ્ડન બ્રિજની જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ મુલાકાત કરી હતી. રાજેન્દ્રસિંહે લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા તેમજ સેલ્ફીના ચક્કરમાં ન પડવાનો અનુરોધ કર્યો હતો.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. નર્મદા ડેમે 131.50ની જળસપાટી વટાવી છે..જેને લઇને નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યસેક પાણી છોડાયુ છે. નર્મદા ડેમમાંથી પાણી છોડતા ગોરા અને કેવડીયાને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે..પુલ પરથી 10 ફૂટ પાણી વહી રહ્યું છે.આઠ ગામ સંપર્ક વિહોણા થયા છે.

પાણીને લઇને કોઇ આફત ન સર્જાય તેને લઇને તંત્ર સજ્જ થઇ ગયુ છે. ઉલ્લેખનીય છે કે પાણી છોડ્યા બાદ  નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદાના કલેક્ટરે સલામતીને લઇને ટીમો બનાવી 40થી 50 જેટલા ગોમોમાં ચાંપતી નજર રાખવાના આદેશ આપ્યા છે.

READ ALSO

Related posts

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt

ગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ

Bansari

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!