GSTV
Home » News » નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

સરદાર સરોવર નર્મદા ડેમ જળ સપાટી 138.68 મીટરે પહોચી છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ડેમની મુલાકાત લઈને નવ નીરના વધામણાં કરશે. ત્યારે સમગ્ર નર્મદા ડેમને શણગારવામાં આવ્યો છે. સવારના સમયે નર્મદા ડેમ અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

જેથી ડેમમાં 9 લાખ 50 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તેમજ ડેમના 23 દરવાજા ખોલીને છ લાખ 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

નર્મદા ડેમમાં પાણીએ ઐતિહાસિક સપાટી વટાવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લેવાના છે. જેને લઈ જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે માહિતી આપી. તેમણે કહ્યું કે કેવડિયા કોલોની ખાતે પીએમ મોદીનો કાર્યક્રમ સવારે 9 થી 12 વાગ્યા સુધીનો છે. પીએમ મોદી સવારે 8:00 થી 9:20 વાગ્યા સુધી કેવડિયા ખાતે નવા પ્રોજેક્ટ કામગીરીનું નિરક્ષણ કરશે.

બાદમાં 9:30 થી 9:50 વાગ્યા સુધી નર્મદા ડેમ પર નર્મદા મૈયાનું પૂજાન કરશે. 10:00 થી 10:50 વાગ્યા સુધી ગરુડેશ્વર દત્ત મંદિરમાં પૂજન અર્ચના કરશે. 10:50 થી 11:00 વાગ્યા સુધી ચિલ્ડ્રન હાઉસની મુલાકાત લેશે. અને નર્મદા ડેમના વ્યુહ પોઈન્ટ-1 પાસે 11:00 થી 12:00 જાહેરસભા સંબોધશે. બાદમાં તેઓ વડોદરા જવા રવાના થશે.. તો પીએમ મોદીની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે. પરંતુ પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન નર્મદા ડેમ અને વ્યૂહ પોઈન્ટ-1 સામાન્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે.

READ ALSO

Related posts

ભોજન વેડફતા પહેલા યાદ રાખજો કે દુનિયાના 8 કરોડ લોકો ભૂખ્યા સુવે છે

Mayur

પશ્ચિમ બંગાળ સરહદે બાંગ્લાદેશના સૈન્યનો ગોળીબાર : જવાન શહિદ, એકને ઈજા

Mayur

મનમોહન સિંહે અર્થવ્યવસ્થાને લઈ મોદી સરકારની ઝાટકણી કાઢી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!