GSTV
Home » News » નર્મદા ડેમની જળસપાટી 137.08 મીટરે પહોંચી, ગમે ત્યારે પાર કરી શકે છે ઐતિહાસિક સપાટી

નર્મદા ડેમની જળસપાટી 137.08 મીટરે પહોંચી, ગમે ત્યારે પાર કરી શકે છે ઐતિહાસિક સપાટી

કેવડિયા કોલોની પાસે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં જળસપાટી 137.08 મીટરે પહોંચી છે. અને આ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગમે તે સમયે નર્મદા ડેમ તેની ઐતિહાસિક 138 મીટરની સપાટી પાર કરે તેમ છે. ત્યારે ડેમ ઓવરફ્લો થશે. હાલ પાણીની આવક 7 લાખ 92 હજાર ક્યુસેક છે.

ડેમના 23 દરવાજા 4.62 મીટર ખોલીને 7 લાખ 65 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ મુખ્ય કેનાલમાંથી 17,886 હજાર ક્યુસેક અને પાવર હાઉસમાંથી 41,913 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાં 5,252.70 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. RBPH ના 6 ટર્બાઇન ચાલુ અને CHPH ના 4 ટર્બાઇન હાલ ચાલુ છે. ગોરા બ્રિજ પરથી નર્મદા નદીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે.

Read Also

Related posts

રીક્ષામાથી બાળકી પટકાતા મોત, ચાલકે ટાયર ચડાવી દીધુ હતું પથ્થર પર

Nilesh Jethva

ચાંગોદર જીઆઇડીસીના કેમિકલયુક્ત પાણીથી થતા નુકશાન મામલે આખરે તંત્ર કુંભકર્ણ ઉંઘમાથી જાગ્યું

Nilesh Jethva

ગુજરાત સરકારની ફરી મુશ્કેલી વધશે, મહેસુલ બાદ આ વિભાગના કર્મચારીઓએ ચઢાવી બાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!